બાલાસીનોર તાલુકાકક્ષાનો કાર્યક્રમ વેરસા પ્રાથમિક શાળામાં યોજાયો

બાલાસિનોર તાલુકાકક્ષાનો સ્વાતંત્ર પર્વની ભવ્ય ઉજવણી તાલુકાના વેરસા પ્રાથમિક શાળામાં નાયબ કલેકટર હિરેન ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં તાલુકાની વિવિધ શાળા સાથે વેરાસા પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ નૃત્ય કરી આવેલા મહેમાનોએ ભાવુક કરી દીધા હતા. જ્યારે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, બિપીનભાઇ પરમાર જીલ્લા સદસ્ય, મામલતદાર રાજેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી અવનીબેન તાબિયાર,પોલીસ ઇન્સ્પેકટર અંશુમન નિનામા શિક્ષક આગેવાન નિમેષભાઈ સેવક સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.