ઝાલોદના ચિત્રોડીયા ગામે 108 એમ્બ્યુલન્સના ર્ડાકટર દ્વારા સફળ ડીલેવરી કરાવી

ઝાલોદ તાલુકાના ચિત્રોડિયા ગામની મહિલાને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા 108 એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા સફળ ડિલીવરી કરવામાં આવી.

ગામ ચિત્રોડીયા ગામના મંદિર ફળિયામા રહેતા 28 વર્ષના કોકિલાબેન કાળુભાઇ કટારાને અચાનક ડીલેવરી નો દુખાવો ઉપડતા પાડોશી આશાવર્કર મધુબેન દ્વારા 108મા કોલ કરવામાં આવ્યો હતો. 108 ની મદદ માંગતા તરતજ 108ના સ્ટાફ EMT આશિષ.કે.ડામોર અને દિવ્યરાજ સિંહ એમના ઘરે 108 એમ્બ્યુલન્સ લઇ જવા રવાના થયા હતા. ત્યાં પહોંચતા જે બેનને પ્રસૂતિ આવવાની હતી. તે બેનની તપાસ કરતા જણાયું કે, બેનના પ્રસુતિનો દુ:ખાવો વધારે હોવાથી બેનને એમ્બ્યુલન્સમા જ ડીલેવરી કરાવી પડે તેમ હતું.

એટલે 108 એમ્બ્યુલન્સના ડોક્ટર દ્વારા ફિસ્શિન ડો.પરમારના માર્ગદર્શન થી બેનને બહુજ કાળજી પૂર્વક એમ્બ્યુલન્સમા ડીલેવરી કરાવી. ડો. પરમારના માર્ગદર્શન થી જરૂરી ટ્રિટમેન્ટ આપી નજીકની CHC હોસ્પિટલમા શિફ્ટ કર્યા હતા. ત્યાં પ્રસૂતિ કરવામાં આવેલ મહિલા અને બાળકની હાલત સારી હોવાનું ત્યાંના ડોક્ટરે જણાવેલ હતું. તેથી સફળ કામગીરી કરનાર 108ના સ્ટાફનો આભાર પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.