સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સંતરામપુર તાલુકાની કણજરા પ્રાથમિક શાળામાં 78માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમ ઉજવણી અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી. આ પ્રસંગે શાળામાં ધ્વજવંદન સંતરામપુર તાલુકાના માજી પ્રમુખ શારદાબેન પટેલીયાના હસ્તે કરવામા આવ્યું તેમજ કાર્યક્રમમાં સંતરામપુર ભા.જ.પા.પ્રમુખ બળવંતભાઈ પટેલીયા, માજી સરપંચ ભરતભાઇ જખઈના સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના આચાર્ય ઉમેશભાઈ પુંવારે મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કર્યુ અને સરકારની વિવિધ યોજનાઓ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તેમજ શાળાના ઉત્તરોત્તર વિકાસની ઝાંખી કરાવી હતી. તેમજ તાલુકા પ્રમુખ શારદાબેન પટેલીયા એ પ્રાસંગિક ઉદભોદન કર્યુ હતું. તેમજ સંતરામપુર ભા.જ.પા પ્રમુખ બળવંતભાઈ એ સ્વાતંત્ર્ય પર્વની ઐતિહાસિક ઘટનાઓને યાદ કરી સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપ્યુ હતું અને બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

શાળામા વિદ્યાર્થીઓએ પ્રેરક પ્રસંગો અને આઝાદીના ઘડવૈયાના વિષયો ઉપર વક્તવ્યો આપ્યા હતાં અને દેશભક્તિના ગીતો ગાયા હતા તથા વેશભુષામાં ભારતમાતાનો રોલ પટેલીયા દિક્ષિતાબેન અને ગાંધીજીનો રોલ પટેલીયા મયુરભાઈ કરેલ હતા. આ પ્રસંગે રોકડ ઈનામો પ્રાપ્ત થયા હતા. તેમજ ગામના ચંદુભાઈ અરજણભાઇ પટેલીયા તરફથી બાળકોને પાણીની બોટલ આપવામાં આવી હતી.

શાળાના પ્રતિભાશાળી શિક્ષક તરીકે કુ. જીજ્ઞિશાબેન પારગીને પ્રમાણપત્ર એનાયત કરવા આવ્યું હતું. બાળકોને વિશેષ પ્રવૃતિઓ કરવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમની આભારવિધી શાળાના આચાર્ય ઉમેશભાઈ પુંવારે કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિવંદન પાઠવ્યા હતા.