ઝાલોદ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા 547 રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ

  • રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અમે બહાદુર સૈનિક ભાઈઓ માટે આ વખતે રાખડી મોકલીને જવાન ભાઈઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

દાહોદ જીલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોમાં જીલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ તેમજ ઝાલોદના સી.ડી.પી.ઓ. નીલુબેન માછીના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોમાંથી કેન્દ્ર દીઠ એક રાખડી એમ 547 રાખડીઓ દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે મોકલવામાં આવી છે.

આઇસીડીએસ ઝાલોદ ઘટક-1-2-3 આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ભાઈ-બહેનમાં ઉત્સાહ અને ઉમંગ જોવાય રહ્યો છે, પરંતુ કોઈ બહેનના ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી. તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈને બેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે 21 સેજાના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રદીઠ એક રાખડી કુલ 547 રાખડી દેશની રક્ષા કરતા હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈબહેન થી દૂર રહેતા અને દેશની નિ:સ્વાર્થભાવે સેવા કરતા સૈનિક ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશ્ર્નરની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી છે.

દેશના સીમાડાઓની રક્ષા કરતા સૈનિક ભાઈઓ દિવસ રાત દેશની સેવા કરીને આપણને સુરક્ષિત અને હસતા રહેવા માટે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. માં ભારતીની રક્ષા કરે છે પ્રભુ તેઓને હજી પણ મા ભારતીની સેવા કરવા માટે તાકાત આપે એવી શુભકામના સાથે સૈનિક ભાઈને અમે નમન કરીએ છીએ. આમ ભારતીય જવાનોને રક્ષાબંધનના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર.