શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલ ખાતે 78મા સ્વતંત્રતા દિવસની હર્ષ ઉલ્લાસભેર ઉજવણી કરાઈ

15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ શુભ અવસરે તેઓએ 15મી ઓગસ્ટના પર્વનું મહત્વ, નવી શિક્ષણનીતિ, ભારત દેશ પાંચમા નંબરનો મોટો અર્થતંત્રવાળો દેશ, આત્મ નિર્ભર ભારત, સ્વચ્છ અભિયાન, રોજગારીની તકોમાં વધારતા સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ઇનોવેશન, ભારત દેશને વિકાસશીલ બનાવવા માટે દરેક નાગરિકે પોતાનું મહત્તમ યોગદાન આપવું જોઈએ તે અંગેની ચર્ચા કરી સ્વતંત્રતા દિવસની શુભકામનો પાઠવી હતી.

ગોવિંદ ગુરૂના ટ્રાયબલ ચેર કોર્ડીનેટર ડો. મહેશ રાઠવાએ સમારંભમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમજ આઝાદીના જનજાતિ નાયક તેમજ સ્વાતંત્ર સેનાની અને રાષ્ટ્રીય ધ્વજ વિશે જેમાં કેસરી સફેદ, લીલો અને અશોકચક્રના મહત્વ વિશે ચર્ચા કરી હતી. યુનિવર્સિટીના તમામ વિભાગના અધ્યક્ષ, ટ્રસ્ટીઓ, તમામ કોલેજના આચાર્ય, અધ્યાપક ગણ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, એન.સી.સી.ના કેડેટ, તેમજ વિવિધ કોલેજના વિદ્યાર્થી ભાઈ -બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. સુરેન્દ્રસિંહ ગોહિલએ કર્યું હતું. અંતમાં આભાર વિધિ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કાર્યકારી કુલ સચિવ ડો .હેમેન્દ્રભાઈ શાહે કર્યું હતું.