- બે વર્ષની દીકરીને જોરથી ગળે વળગાવી જીવ કાઢી નાંખ્યો, લાશ સાથે પોતે તળાવમાં છલાંગ લગાવી
- બચી ગયેલા યુવકે પોલીસને કહ્યું- ખાવાના પૈસા નહોતા, દેવાંથી પરેશાન હતો
બેંગ્લોર,
મૂળ ગુજરાતના અને બેંગલુરુમાં ટેક્નિશિયન તરીકે કામ કરતા યુવાને પોતાની ૨ વર્ષની દીકરીની હત્યા કરી દીધી. તેણે પોલીસને બતાવ્યું કે તેની પાસે દીકરીને ખવડાવાના પૈસા નહોતા. દીકરીનો જીવ લીધા પછી તેણે આત્મહત્યાની કોશિશ કરી, પરંતુ તે બચી ગયો. ઘટના ૧૫ નવેમ્બરની છે. બાળકીનો મૃતદેહ ૧૬ નવેમ્બરના કોલારના કેનદત્તી ગામના તળાવમાંથી મળ્યો. આ તળાવને કિનારે પોલીસને એક વાદળી રંગની કાર મળી. આ જોઇ ગામના લોકોએ કોલાર પોલીસને સૂચના આપી. આ સૂચનાના આધારે પોલીસે પિતાની તપાસ શરૂ કરી, ત્યારબાદ ૧૬ નવેમ્બરના બેંગલુરુ રેલવે સ્ટેશનથી આરોપી પિતાને ઝડપી લેવામાં આવ્યો.આરોપીની ઓળખ ૪૫ વર્ષીય રાહુલ પરમારના નામથી થઇ છે. તે ગુજરાતનો રહેવાસી છે અને બે વર્ષ પહેલાં પોતાની પત્ની ભવ્યાની સાથે બેંગલુરુ શિટ થયો હતો. ૧૫ નવેમ્બરથી તે પોતાની દીકરી સાથે ગુમ હતો, જેની ફરિયાદ તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં આપી હતી.
રાહુલે પોલીસને બતાવ્યું કે તે દીકરીને સ્કૂલે લઇ જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. તે પોતાને મારવા ઇચ્છતો હતો, પરંતુ દીકરી સાથે હોવાથી તે નિર્ણય ન લઇ શક્યો. તે આખો દિવસ બેંગલુરુ અને કોલારની આસપાસ ચક્કર લગાવતો હતો. સાંજે તળાવની પાસે કાર રોકીને ઘણી વાર સુધી વિચારતો રહ્યો કે શું કરવું જોઇએ. તેણે ઘરે પાછા વળવા માટે પણ વિચાર્યું, પરંતુ તેને ડર સતાવતો હતો કે જો તે ઘરે પરત ફરશે તો લેણદારો તેને પરેશાન કરશે. તળાવની પાસેની એક દુકાનમાંથી પોતાની દીકરી માટે ચોકલેટ અને બિસ્કિટ ખરીદ્યા. પરંતુ દીકરી બપોરથી ભૂખી હતી, તેથી તે રડતી હતી. રાહુલની પાસે બાળકીને ખવડાવવાના પૈસા નહોતા. એટલા માટે તેણે દીકરીની સાથે જ જીવ આપવાનો ફેંસલો કર્યો.
પહેલાં તે બહુ વાર સુધી દીકરી સાથે રમતો રહ્યો. પછી ઘણી વાર સુધી ગળે લગાડતો રહ્યો. ગળે લગાવતા બાળકીનો શ્ર્વાસ રૂંઘાવા લાગ્યો રહ્યો. બાળકીનો જીવ નીકળી ગયો. તે બાળકીના શબની સાથે તળાવમાં કૂદી પડ્યો, પરંતુ તે બચી ગયો. ત્યાર બાદ તેણે ટ્રેન નીચે પડતું મૂકીને જીવ આપવાનું વિચાર્યું. તે બેંગલુરુ રેલવે સ્ટેશન પહોંચ્યો, જ્યાં બીજે દિવસે પોલીસે તેને પકડી લીધો.
પોલીસના જણાવ્યા અનુસાર રાહુલ છેલ્લા ૬ મહિનાથી બેરોજગાર હતો અને તેને પોતાના બિટકોઇન ધંધામાં પણ ભારે નુક્સાન થયું હતું. તેણે પોતાના બેંગલુરુના ઘરમાંથી સોનાનાં ઘરેણાં ચોરી થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. તે સતત પોલીસ સ્ટેશન જઇને મામલાની જાણકારી લેતો હતો.રાહુલ ૬ મહિનાથી બેરોજગાર હતો. તેણે ઘરમાંથી સોનાના દાગીના ગીરવે મુક્યા હતા અને દાગીના ચોરાઈ ગયાની ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તપાસ પૂરી થવા પછી ખબર પડી કે રાહુલે જાતે જ પોતાના ઘરમાંથી દાગીના ચોર્યા હતા અને તેને ગીરવે મૂક્યા હતા. ત્યારબાદ પોલીસમાં ખોટી ફરિયાદ લખાવી હતી. પોલીસે આ મામલામાં તેને પોલીસ સ્ટેશન આવવાનું કહ્યું હતું, પરંતુ તેની પહેલાં તેણે પોતાની દીકરીની હત્યા કરી દીધી હતી. પોલીસનું માનવું છે કે ચોરીની ખોટી ફરિયાદ લખાવવાના મામલામાં કાર્યવાહીના ડરથી તેણે દીકરીનો જીવ લઇ લીધો. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.