ટીએમસી ધારાસભ્ય સબીત્રી મિત્રાનો બફાટ

  • આઝાદીમાં ગુજરાતીઓનું કોઈ યોગદાન નહીં, મોદી-શાહની દુર્યોધન-દુશાસન સાથે તુલના કરી

કોલકતા,

પશ્ર્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી આવતા નેતાઓના નિવેદનો વધી ગયા છે. રાજ્યના જલ મંત્રી અખિલ ગિરિના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મને લઈ કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ હવે રાજ્યના પૂર્વ મંત્રી અને ટીએમસીના ધારાસભ્ય સબીત્રી મિત્રાનો એક વીડિયોને વિપક્ષના નેતા શુવેંદુ અધિકારીએ ટ્વિટ કર્યો છે. જેમાં સબીત્રી મિત્રા એવું કહેતા સાંભળી શકાય છે કે ગુજરાતીઓનું દેશના સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી.

આ સાથે જ સબીત્રી મિત્રાએ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની તુલના દુર્યોધન અને દુશાસન સાથે કરતા કહ્યું છે કે, ‘ભાજપ નેતાઓનું મહિલાઓના વ હરણ સિવાય કોઈ કામ નથી’. જોકે હિન્દી વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતું નથી. શુવેંદુ અધિકારીએ સબીત્રી મિત્રાના નિવેદનનો વીડિયો ટ્વિટ કર્યો છે અને તેને લઈ ટીએમસી ધારાસભ્ય પર જોરદાર પ્રહારો કર્યો છે.

શુવેંદુ અધિકારીએ ટ્વિટ કર્યું કે, પૂર્વ મંત્રી અને પશ્ર્ચિમ બંગાળના માણિકચકની ધારાસભ્ય સબીત્રી મિત્રા ઝેર ઓકી રહી છે અને કહી રહી છે કે ગુજરાતીઓએ ભારતને બ્રિટિશ વસાહત તરીકે રાખવાના હેતુથી અંગ્રેજોને હથિયારો આપ્યા હતા અને બાપુ અને પટેલની પ્રસિદ્ધ ‘ભૂમિ’ નું ભારતીય સ્વતંત્રતા આંદોલનમાં કોઈ યોગદાન નથી. તેમના સર્વોચ્ચ નેતાના પગલે ચાલીને, તેઓએ વડાપ્રધાન અને ગૃહ પ્રધાનને આજે માલદામાં એક રાજકીય રેલીમાં દુર્યોધન અને દુશાસન ગણાવ્યા, પરંતુ ગુજરાતીઓ પ્રત્યેની તેમની નફરત સમજ બાહર છે. તેમણે ગુજરાતની જનતાને દેશદ્રોહી ગણાવી હતી. આ કમનસીબી છે.

સબીત્રી મિત્રા માલદાના માણિકચક વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તે એક સમયે રાજ્યકક્ષાના મંત્રી હતા. શુવેંદુ અધિકારીએ માલદામાં એક જાહેર સભામાં તેમના ભાષણના એક ભાગનો વીડિયો ટ્વીટ કર્યો હતો. શા માટે? તે વીડિયોમાં સબીત્રી મિત્રા કહેતા સંભળાય છે કે, ‘આઝાદીની ચળવળમાં ગુજરાતીઓની કોઈ ભૂમિકા નથી. ગુજરાતીઓ અંગ્રેજોને હથિયાર સપ્લાય કરતા હતા. તૃણમૂલના ધારાસભ્ય, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સાવિત્રી મિત્રાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, શુવેંદુ અધિકારી જે કહી રહ્યા છે તેનો હું જવાબ આપીશ નહીં.

સબીત્રી મિત્રાએ કહ્યું, મેં કહ્યું તેમ, ગુજરાતમાં રહેતા નરેન્દ્ર મોદી, નીરવ મોદી, વિજય માલ્યા જેવા લોકોની સ્વતંત્રતા ચળવળમાં કોઈ ભૂમિકા નહોતી. તે અંગ્રેજોની તરફેણમાં હતા. મેં કંઈ ખરાબ નથી કહ્યું. તેમણે દાવો કર્યો, મારા પાસે ગાંધીજીનું અપમાન કરવાની શક્તિ નથી. મેં એવું નથી કહ્યું કે ગુજરાતીઓએ આપણું સ્વાતંત્ર્ય આંદોલન કર્યું નથી. આઝાદીની ચળવળમાં ભાજપના એ લોકોની કોઈ ભૂમિકા નહોતી. મેં નામનો ઉલ્લેખ કર્યો. શુવેંદુ અધિકારી શું કહી રહ્યા છે તેનો હું જવાબ આપીશ નહીં.