દાહોદ નગરપાલિકાની ટીમ દ્વારા શૈક્ષણિક સંસ્થાને રમત-ગમતના મેદાનના ઉપયોગ માટે આપેલી શહેરના મઘ્યમાં આવેલી અને કરોડો રૂપિયાની લગડી જમીન પરત લીધી હોવાનુ જાણવા મળેલ છે.
વર્ષો પહેલા રમત-ગમતના મેદાન માટે ફાળવેલી જમીન બાબતે શૈક્ષણિક સંસ્થા દ્વારા ફાળવેલ જમીન બાબતે સરકારશ્રીમાં કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા અને નગરપાલિકા અથવા સરકારમાં જમીનનુ ભરવાનુ થતુ પ્રિમીયમ અથવા ભાડું પણ ન ભર્યુ હોવાનુ પાલિકાને ઘ્યાને આવતા પાલિકા તંત્ર નગરપાલિકાના વિકાસ તેમજ સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે આ જમીન પરત લીધી હોવાનુ જાણવા મળે છે.
દાહોદ નગરપાલિકા દ્વારા ભુતકાળમાં શહેરની વિવિધ સંસ્થાઓને શૈક્ષણિક હેતુ માટે તેમજ અન્ય સામાજિક હેતુ માટે મસમોટી લગડી જમીન ઠરાવ કરીને લ્હાણી કરાઈ હતી. તે પૈકી કેટલીય સંસ્થાઓ કરવી પડતી સરકારી કાર્યવાહી ન કરી અને જમીનોને યોગ્ય હેતુ માટે ઉપયોગ ન કરી હમણા સુધી વાપરતા હોવાનુ ઘ્યાને આવતા દાહોદ નગરપાલિકાએ આખરે લાલ આંખ કરી આવી જમીનો પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
કેટલીક સંસ્થાઓએ સરકારી એવોર્ડ મેળવી તેનો પ્રિમીયમ ભરી જમીનો કાયદેસર પોતાના નામે ચઢાવી અને જે હેતુ માટે જમીન આપી હતી એ હેતુનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ શરત ભંગ કરેલ જમીનો પૈકી પરત લેવાની થતી જમીનોમાં દાહોદ ગોવિંદ રોડ અને ચાકલીયા રોડને અડીને આવેલી ફાઈનલ પ્લોટ નં.99ની આશરે 20 ગુંઠા જમીન એમ.એન્ડ પી.હાઈસ્કુલની સંસ્થાને નાણાંકિય વર્ષ-2000/01માં ખેલકુદના મેદાન માટે શરતોને આધિન ફાળવણી કરી હતી. તેનો ઠરાવ કરી એમ.એન્ડ પી.સ્કુલના ટ્રસ્ટને જમીન સોંપણી કરી હતી.
જે બાદ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળા મંડળને આ જમીનના હેતુ ફેર માટે કાયદેસરની કાર્યવાહી જે ગુજરાત સરકારમાં કરવાની હોય છે તે આજદિન સુધી કરી નહોતી. એટલુ જ નહિ સંસ્થાએ પાલિકામાં અથવા અન્ય કોઈ સરકારી પરીપત્ર મુજબ ભરવાનુ થતુ પ્રિમીયમ કે ભાડું ન ભરતા આખરે આ મામલે પાલિકાની નોટિસ મળ્યા બાદ પણ સંસ્થા દ્વારા કોઈ કામગીરી ન કરતા પાલિકા તંત્ર દ્વારા દબાણ વિભાગ તેમજ સર્વે વિભાગની ટીમ દ્વારા એમ.એન્ડ પી.હાઈસ્કુલને ફાળવેલી જમીનનો કબ્જો લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની અન્ય સંસ્થાઓને ફાળવેલી અને જે હેતુથી ફાળવી છે તે હેતુ ન જળવાતો હોય અથવા વપરાશ ન થતો હોય અથવા આજદિન સુધી એ જમીન ખુલ્લી પડેલી છે.