હાલોલ વિઠ્ઠલ ફળિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 7 જુગારીયાઓને 14,750/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુુસાર હાલોલ વિઠ્ઠલ ફળિયા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પુનાભાઈ ઉર્ફે પુનીયો જીવાભાઈ ચારણ, જોગીરાજ ગોકળભાઈ ગઢવી, ગીરીશ જલમભાઈ સોલંકી, ધર્મેશ નરેશભાઈ હરીજન, અનિકેત સંજયભાઈ હરીજન, વનરાજ રમેશભાઈ ભરવાડ, જયેશ રણછોડભાઈ ભરવાડને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂ.14,750/-ના મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બાબતે હાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.