હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ અનાજ કરિયાણાની દુકાન ઉપર ફરિયાદી આવ્યા હતા અને પી.ડી.સી.બેંક હાલોલ ખાતેથી 1 લાખ રૂપિયા ઉપાડીને કાપડની થેલીમાં મુકી વિમલના થેલામાં રાખેલ હતા. કરિયાણાની ખરીદી માટે થેલા બાજુ ઉપર મુકેલ હતો ત્યારે કોઈ ચોર ઈસમ 1 લાખ રૂપિયાની થેલી ચોરી કરી જતાં હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ-પાવાગઢ રોડ ઉપર ફરિયાદી કનુભાઈ રમણભાઈ સોલંકી (રહે.ગોવિંદપુરી, હાલોલ)પી.ડી.સી.બેંક હાલોલ શાળામાં ડેરી એકાઉન્ટમમાંથી 1,00,000/-રૂપિયા ઉપાડીને કાપડની થેલીમાં રાખી મોટા વિમલના થેલામાં મુકેલ હતા. અને અશ્ર્વિન મહેતાની કરિયાણાની દુકાનમાં કરિયાણાની ખરીદી માટે ગયા હતા. અને વિમલનો થેલા બાજુમાં મુકેલ હતો. દરમિયાન કોઈ ચોર ઈસમે વિમલના થેલામાંથી એક લાખ રૂપિયા ભરેલ કાપડની થેલી ચોરી કરી જતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.