હાલોલના સિંધવાઈ તળાવમાં દશામાતાના 10 દિવસના આરાધના બાદ માતાજીની સ્થાપિત મુર્તિઓ વિસર્જીત કરાઈ હતી ત્યારે સિંધવાળી તળાવમાં દશામાતાજીની મુર્તિ વિસર્જીત કરતા 55 વર્ષિય વ્યકિતનુ ડુબી જતાં મોત નીપજયું હતુ.
હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ સિંધવાઈ માતાના તળાવે રાત્રિના સમયે ભકતો દયા માતાજીની સ્થાપિત મુર્તિબેન દસ દિવસ સુધી આસ્થા ભક્તિ ભાવની પુર્જા અર્ચના કરી હતી અને દશામાતાજીના વર્ષના 10 દિવસે સ્થાપિત મુર્તિઓનુ વિસર્જીત કરાતુ હોય છે. હાલોલ સિંધવાઈ માતાના તળાવ ખાતે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. અને રાત્રિના સમયે અનેક માઈ ભકતો મુશ્કેલીઓ વચ્ચે મુર્તિઓ વિસર્જીત કરી હતી ત્યારે હાલોલ જાંબુડી વિસ્તારમાં રહેતા નાયક ઉદેસિંહ (ઉ.વ.55)જે તળાવમાં મુર્તિ વિસર્જીત કરવા ગયા હતા જયાં તળાવમાં ડુબી જવાથી મોત નીપજયું હતુ.