ગોધરા સાતપુલ વિસ્તારમાં રોડ ઉપર પસાર થતાં કન્ટેનરમાં વીજ લાઈનના વાયરથી કરંટ લાગતા ડ્રાઈવર-ક્લિનર દાઝી જતાં સારવાર માટે ખસેડાયા

ગોધરા શહેર સાતપુલ વિસ્તારમાં તુબા મસ્જિદ પાસે રોડ ઉપરથી ક્ધટેનર પસાર થતુ હોય દરમિયાન વીજ લાઈન ક્ધટેનર સાથે ખડકી જતાં ડ્રાઈવર અને ક્લિનર ગંભીર રીતે દાઝી જતાં એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે બંનેના જીવ બચી જવા પામ્યા હતા.

ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં તુબા મસ્જિદ પાસે રોડ ઉપરથી ક્ધટેનર ચાલક પસાર થઈ રહ્યા હતા ત્યારે ક્ધટેનર રોડ ઉ5રથી પસાર થતી વીજ લાઈન સાથે ક્ધટેનરને ખડકી ગયેલ હતો. ક્ધટેનરના ચાલક અને ક્લિનરને વીજ કરંટ લાગતા બંનેને ગંભીર પ્રકારે દાઝી ગયેલ હતા. ચાલક અને ક્લિનરને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સદ્નસીબે આ બંને વ્યકિતના જીવ બચી જવા પામ્યા હતા. સાતપુલ રોડ ઉપર વીજ લાઈનના વીજ રેસાઓ લટકી ગયેલ હોય તેને ઉંચા લેવા માટે અનેકવાર સ્થાનિક દ્વારા રજુઆતો કરવામાં આવી હોય તેમ છતાં મઘ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીને લઈ આવી ધટના બની હોય ત્યારે વીજ લાઈનના વાયરો ઉંચા લેવામાં આવે તો અન્ય કોઈ આવી ધટનામાં કોઈનો જીવ બચી શકે છે.