તા.14 ઓગસ્ટ વિભાજન વિભિષિકા અંતર્ગત ગોષ્ઠીનો કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે ગુજરાત પ્રદેશના સહપ્રવક્તા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો જેમાં એક વિશેષ ફિલ્મ પ્રદર્શની અને વક્તવ્ય નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિતેન્દ્ર પટેલ એ કોંગ્રેસ ઉપર અક્ર પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ એ ત્તૃસ્ટિકરણ નું રાજકારણ આઝાદી પેહલાથી કરતી રહી છે અને માત્ર અને માત્ર સત્તાની લાલસા માટે અને પરિવારનું રાજ ચાલ્યા કરે તેના માટે દેશના હિતો અને લોકોના ભાવિ ને જોખમમાં મૂક્યા છે.
ભારતમાં આઝાદી પૂર્વથી વર્ષ 1915 થીજ કોંગ્રેસ અને કટ્ટર પંથી સંગઠન સાથે મળી ભારતના ભાગલા પાડી અલગ મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાની માંગ કરતા રહ્યા હતા અને અને આખરે 14મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી પૂર્વ અલગ રાષ્ટ્ર પાકિસ્તાન બન્યુ હતું અને તે દિવસે અને પછી જે કરૂણાંતિકા ઓ સર્જાઈ હતી તેનું દુ:ખ તેની વેદનાઓ હજી પણ ત્યાંથી આવેલા લોકોના પરિવાર જનોના હૃદયમાં વસે છે અને તેની ચર્ચાઓ કરતા તેમનું હૃદય દ્રવી ઉઠે છે.
પરંતુ આઝાદી પછીના વડાપ્રધાન નેહરૂ, ઇન્દિરા ગાંધી હોય કે રાજીવ ગાંધી કોઈ વિભાજનની વેદનાઓની કોઈ હકીકતોની ચર્ચા કરી નથી અને હકીકત થી લોકોને પણ વિમુખ રાખ્યા છે અને ઇતિહાસની હકીકતો છૂપાવી છે.
આઝાદીના ઇતિહાસ થી વિભાજનની કરૂણાંતિકા આવી ગોજારી ઘટના ને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ એટલે ભારતનું વિભાજન અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીથી સ્થળાંતરની પીડાદાયક ઘટના આ પ્રસંગે વિભાજનનાં કાળા અધ્યાયની યાદ સાથે એક ગોષ્ઠીનું આયોજન ગુજરાત ભાજપના પ્રદેશ સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તથા જીલ્લા પ્રમુખ આદરણીય શંકરભાઈ આમલિયર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, મહામંત્રી સ્નેહલ ધારિયા, નરેન્દ્ર સોની, નગર સેવાસદનના પ્રમુખ નીરજ દેસાઈ તથા જીલ્લા તાલુકાના અને શહેરના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિતીમાં યોજાયું હતું.