શહેરા પાલિકાના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ જ્યારે કોલીવાડમાં ચોથા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલું

શહેરા નગરના કોલીવાડ વિસ્તારમાં આવેલા વીજ થાંભલા પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ જોવા મળી રહી હતી. નગરના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની અને બુમો ઉઠી હોય ત્યારે અહીં દિવસે પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ જોવા મળતા જાગૃત નગરજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી.

શહેરા નગરના કોલીવાડ વિસ્તારમાં ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટ ચાલું જોવા મળતા પાલિકા તંત્ર વીજ બિલ ઓછું આવે તેઓ કેટલા પ્રયાસો કરતા હશે આ દેખતા ખબર પડી જાય છે.

જ્યારે છેલ્લા કેટલાક સમયથી નગરના અમુક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાને લઈને અનેક બૂમો ઉઠવા પામી હોઈ ત્યારે અહીં દિવસે પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ જોવા મળતા જાગૃત નાગરિકો મા ભારે નારાજગી જોવા મળી રહી હતી. સરકાર અને વિજ કંપનીઓ દ્વારા પણ વીજળી બચાવા બાબતે જાગૃતતા માટે અનેક જાહેરાતો કરતી હોવા છતા ક્યાંક ને ક્યાંક સરકારી કચેરી ઓ મા જાગ્રુત તા આવે તે માટે પ્રયાસો ક્યારે સરકાર કરશે તે તો જોવૂજ બની રહયુ હોઈ એમ કહી એ તો નવાઈ નહી.

જોકે, ઘણી બધી સરકારી કચેરીઓમાં ઓફિસની અંદર કોઈ અધિકારી કે કર્મચારી ન હોય તેમ છતાં પંખા અને ટ્યુબલાઈટ ચાલુ હોય છે. વીજળીનો બચાવ થાય તો લાઈટ બિલ ઓછું આવશે એવું અનેક વખત સાંભળવા મળતું હોય પરંતુ જે રીતે ની પરિસ્થિતિ અમુક સરકારી કચેરીઓમાં જોવા મળી રહી ત્યારે વીજળી બચાવો એ સૂત્ર સાંભળવામાં જ સારૂ લાગતું હોય એવું લાગી રહ્યું છે. નગરના અમુક વિસ્તારમાં ધોળા દિવસે વીજ થાંભલા પર સ્ટ્રીટ લાઈટ ચાલુ જોવા મળતા અનેક સવાલો આ સામે નગરજનો માંથી ઊભા થતા જોવા મળી રહ્યા હોય ત્યારે જોવુંજ બન્યું છેકે આ બાબતને પાલિકા સહિતની સરકારી કચેરીઓમાં કેટલી ગંભીરતા લેવામાં આવે તે પણ જરૂરી છે.