દાહોદ તાલુકાના ખરોદા ગામે પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે આઠ જુગારીઓ પૈકી 04 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 1,810ની રોકડ રકમ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.13મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના દાહોદના ખરોદા ગામે મોટીબારમ ફળિયામાં પાના પત્તા વડે પૈસાથી રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. જુગાર રમી રહેલા આઠ જુગારીઓ પૈકી પોલીસેરાજુભાઈ નુરાભાઈ નિનામા, કલ્પેશભાઈ કલજીભાઈ નિનામા, વિનોદભાઈ હસુભાઈ નિનામા અને જાલુભાઈ કાળુભાઈ નિનામાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 1,810 ની રોકડ કબજે ઉપરોક્ત ચાર જુગારીઓ પૈકી ફરાર જુગારીઓ કમલેશભાઈ ઉર્ફે કલ્લુ ચંદુભાઈ નિનામા, અજયભાઈ ફતિયાભાઈ ભાભોર, અનીલભાઈ સેતાનભાઈ નિનામા અને નારાયણભાઈ પ્રકાશભાઈ નિનામા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.