મહીસાગર જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો

  • ખાનપુર તાલુકાના કે. એમ. દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે 78મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે.
  • જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયુ.

આઝાદીના 78મા સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે મહીસાગર જીલ્લા કક્ષાની ઉજવણી જીલ્લા કલેક્ટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. જેને અનુલક્ષીને આજરોજ ખાનપુર તાલુકાના કે. એમ. દોશી હાઇસ્કુલ બાકોર- પાંડરવાડા ખાતે જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન યોજાયું હતું.

સમગ્ર કાર્યક્રમના રિહર્સલમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોના રિહર્સલનું જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલએ નિરીક્ષણ કર્યું હતું અને કાર્યક્રમ સૂપેરે પાર પડે તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ રિહર્સલ નિવાસી અધિક કલેકટર સી.વી.લટા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલ, ખાનપુર મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.