આજ નું રાશિ ભવિષ્ય તારીખ 15 ઓગસ્ટ 2024

આજ નું રાશિ ભવિષ્ય તારીખ 15  ઓગસ્ટ 2024

મેષ: તમારા નિર્ણયને સર્વોચ્ચ રાખો. કોઇ સંમેલન કે સમારોહમાં જવા માટે આમંત્રણ મળી શકે છે. આ સમયે અનેક ખર્ચ સામે આવશે પરંતુ, આવકના સ્ત્રોત પણ વધવાથી આર્થિક સમસ્યાઓ રહેશે નહીં.

વૃષભ: કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે. આજે દોડભાગ તથા મહેનત વધારે રહી શકેશે છે, કાર્યની સફળતા તમારો થાક દૂર કરી દેશે.

મિથુન: તમારી કાર્યકુશળતા દ્વારા આશા પ્રમાણે લાભ પણ પ્રાપ્ત થશે. તમારી યોજનાઓને શરૂ કરવાનો યોગ્ય સમય છે. લગ્નજીવન મધુર રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે. કામનો ભાર હોવા છતાંય તમે પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢી લેશો.

કર્ક: તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરશે. પારિવારિક સભ્યો તથા સંબંધીઓ સાથે સંબંધ વધારે મજબૂત બનશે.

સિંહ: આર્થિક સ્થિતિ સારી રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે અને કોઈ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થઇ શકે છે. આમ ધામક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો.

કન્યા: કોઈ જૂની યોજનાને શરૂ કરવા માટેનો યોગ્ય સમય છે. ઘરના વડીલ તથા અનુભવી લોકોના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું આજે આપને સમાધાન મળી શકશે છે. આજે મનમાં કોઈ મોટી દુવિધા હશે તો તે દૂર થશે.

તુલા: છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામોમાં ગતિ આવશે. રાજનૈતિક તથા સામાજિક સીમા વધશે. બાળકોની સમસ્યાના સમાધાનમાં તમારો સહયોગ તેમના માટે ખૂબ જ યોગ્ય રહેશે.

વૃશ્ર્ચિક: આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત તથા લાભકારી રહેશે. ઘરની સજાવટ અંગેના કાર્યોમાં પણ સમય સારો પસાર થશે. તમારા ઉદેશ્યોને પૂર્ણ કરવામાં યાન આપો. તમને ધારી સફળતા મળશે.

ધન: નવી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે. આવકનો કોઇ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બનશે. કોઇ ધાર્મિક સ્થળમાં પણ તમારો સમય પસાર થશે.

મકર: ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ઉત્સવનું વાતાવરણ રહેશે. આ રાશિના જાતકો સંતુલિત પ્રવૃત્તિના હોય છે. આજે તમારો આ ગુણ તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.

કુંભ: આજે તમે તમારી ચતુરાઈથી કોઇ સમસ્યાનું સમાધાન મેળવવામાં સક્ષમ રહી શકશો. જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું તે આજે તમારી કોશિશ દ્વારા પૂર્ણ થવાની પુરી સંભાવના છે.

મીન: પોતાના કાર્યો પ્રત્યે સંપૂર્ણં સજાગ રહેશે. અચાનક જ કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમયે ગ્રહની સ્થિતિઓ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. અનુભવી લોકોના સંપર્કમાં થોડો સમય પસાર કરો અથવા એકાંતમાં બેસીને આત્મ ચિંતન કરો.