ગોધરાના ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં રહિશોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે જે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઉઘોગપતિ દોડી ગયા હતા અને છુટા મુકેલા ભુંડોને પકડવા માટે માલિકોના ધરે જઈ વાતચીત બાદ અલ્ટિમેટમ આપ્યુ હતુ.
ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના જમાવડામાં ભુંડ છુટા મુકતા રોગચાળા અને ગંદકીનુ પ્રમાણ વધી રહ્યુ હોવાની રજુઆતો ઉઠી હતી. ઉઘોગપતિ ફિરદોૈસ કોઠીએ ચાર દિવસમાં ભુંડ હટાવી લેવા અને ફરી આ વિસ્તારમાં નહિ છોડવા માટે માલિકે ખાતરી આપી હતી. આ ઉપરાંત ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાંથી ભરાયેલા પાણીના નિકાલ માટે ઉઘોગપતિએ સ્વખર્ચે વ્યવસ્થા કરી હતી. અને બિમાર વ્યકિતઓનુ સર્વે કરી મેડિકલ સારવારની પણ ખાતરી આપી હતી.