આજ રોજ વાંદરીયા પશ્ચિમ પ્રા શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંકડીના કર્મચારી વાસુદેવ પારગી અને મીનાક્ષીબેન પણદા દ્વારા નશા મુક્તિ અભિયાન અંતર્ગત નિબંધ લેખન, વકૃત્વ અને ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં ધોરણ 5 થી 8 ના તમામ બાળકોએ ભાગ લીધો નશામુક્ત ભારત નિબંધ.. શું આજે વ્યસનમુક્તિ માં સુધારો થયો છે. વકૃત્ત્વ બાળકો દ્વારા સ્પીચ આપી અને પોતાના અવનવા વિચારો રજૂ કર્યા હતાં. જ્યારે આજે સમાજમાં વ્યસન અજગરની માફક ભરડો લીધો છે. ત્યારે આ બાળકોની રચનાઓમાં એમના ઉપાયો પણ સરસ રીતે રજૂ કર્યા હતાં. છેલ્લે આરોગ્ય વિભાગ દ્વારા બામણીયા જાગૃતિ, બામણીયા અર્ચના અને પલાસ પુષ્પરાજને તથા દ્વિતીય અને તૃતીય આવનારને પણ ઈનામ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.