દાહોદના ડોકી ગામે સુકી નદીના પુલ નીચેથી નવજાત બાળક મૃત હાલતમાં છોડી મહિલા નાશી જતાં ચકચાર

દાહોદ તાલુકાના ડોકી ગામે આવેલ સુકી નદીના પુલ નીચે કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત મૃત હાલતમાં બાળકને તરછોડી નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

ગત તા.11મી ઓગષ્ટના રોજ દાહોદના ડોકી ગામે આવેલ સુકી નદીના પુલ નીચે એક તાજુ જન્મેલ બાળક મૃત હાલતમાં પડેલ જોવાતાં ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ નવજાત મૃત હાલતમાં બાળકને જોતા લોકોમાં સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને મૃત હાલતમાં મુકી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નવજાત મૃત બાળકનો કબજો લઈ નજીકના દવાખાને મોકલી આપ્યો હતો.

આ સંબંધ મહેશભાઈ જમલાભાઈ બીલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનોના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.