1880 થી 1950ના 70 વર્ષના ડેટાની સરેરાશ મુજબ તત્કાલીન પંચમહાલ જીલ્લાના મુખ્ય સેન્ટર્સના આંક 1972 માં સરકાર દ્વારા પ્રકાશિત ‘પંચમહાલ ગેઝેટીયર્સ’માં દર્શાવેલ છે, તે 12 ઈંચ વરસાદનો કીર્તિમાન આજેપણ નથી તૂટી શક્યો.
એક દિવસમાં જ આશરે 12 ઈંચ વરસાદથી ટાંચા સાધનોના એ સમયે કેવી પરિસ્થિતિ ્સર્જાઈ હશે તે કલ્પી જ નથી શકાતી. જોકે, તે સમયે છાબ તળાવ, દૂધીમતિ નદી કે દાહોદ નગર આવા દબાણોથી લથપથ નહીં ્હોય કે પ્લાસ્ટીક કે અન્ય ગંદકીના પ્રદુષણ નહીં જ હોય એટલે પાણીને જવાના માર્ગો મોકળાં જ હશે.
તો વળી ઘટાટોપ વૃક્ષોની જાહોજલાલી સાથેના દાહદમાં આવા -આટલાં આસ્ફાલ્ટ કે આર.સી.સી.ના પાકા રસ્તા પણ નહીં હોય એટલે પાણી પણ ધરતીમાં પચી પણ જતું હશે. હાલમાં તો 18 ઈંચ વરસાદ નોંધાઈ જવા બાદ પણ ગરમી તો અત શિં શત જ છે. એ.સી. કે કમ્પ્યુટરના અતિ વપરાશે રિવર્સ ફેંકાતી ગરમીથી ખતરનાક પોલ્યુશન ઉભું થાય છે. કદાચ્ એ પણ આ ગરમી માટે કારણભૂત છે, તો બધે પાકાં રસ્તા હોઈ બધું વરસાદી પાણી વહી જતાં ધરતીમાં પચતું જ ન હોઈ ધરતીમાતા પણ પોતાની હૈયાવરાળ આ રીતે આપણા સુધી પહોંચતી કરે છે.
એની વે, આ પોસ્ટનો દાહોદના 89 વર્ષ પૂર્વેના આજના દિવસના વરસાદી કીર્તિમાનને દરેક દાહોદવાસીઓ જાણે અને પર્યાવરણ સંવર્ધન ક્ષેત્રે જરૂરી જાગૃતિ કેળવે તે જ આશય છે.