ગરબાડા તાલુકાના જેસાવાડાની યસ વાટિકા શાળામાં પોલીસ ગ્રામ પંચાયત અને શાળા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

ગરબાડા તાલુકાના જેસાવાડાની યશવાટીકા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યામંદિર, તેમજ પોલીસ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તારીખ 13/08/2024ને મંગળવારના રોજ બપોરે ત્રણ કલાકે. યશવાટીકા શાળાના પટાંગણ માંથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાને શાળાના આચાર્ય શૈલેષભાઈ મખોડીયા તેમજ જેસાવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ.રામી તથા સરપંચ ચંદ્રભાણસિંહ કટારા એ પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર તિરંગા યાત્રાએ જેસાવાડા ગામમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ યાત્રામાં સમગ્ર પોલીસ સ્ટાફ, શાળાનો સ્ટાફ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તથા શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે એન.સી. સી, એન.એસ.એસ, એસ.પી.સી. અને ઇકો ક્લબના તમામ વિદ્યાર્થીઓ દ્વારા આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિના નોડલ શિક્ષકોએ વિદ્યાર્થીઓને સુંદર માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.