- દિવાસાના દિવસથી શરૂ થતાં દશામાના વ્રતના દસમે દિવસે ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે.
ફતેપુરા પ્રજાપતિ સમાજ દ્વારા દશ દશ દિવસ સુધી દશામાતાની આરાધના કરીને વ્રતની ઉજવણી કરતા હોય છે. ત્યારે દશામાંના વ્રતના આજે દસમો દિવસ હોય દશામાંના આ દસમે દિવસે પ્રજાપતિ સમાજ દ્વારા ફતેપુરા નગરમાં દશામાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. દશા માતાના શોભાયાત્રા અંબાજી મંદિર થી શરૂ થઈને પાછલા પ્લોટ વિસ્તારમાં થઈ ઝાલોદ ચોકડી મેન બજાર થઈ પોલીસ સ્ટેશન રોડ થઈ અંબાજીના મંદિરે સમાપન કરવામાં આવે છે.
આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો ધંધા રોજગાર બંધ રાખીને શોભાયાત્રામાં જોડાય છે. દશા માતાની શોભાયાત્રા બેન્ડના તાલે રાસ ગરબાની રમઝટ વચ્ચે ઉત્સાહભેર શોભાયાત્રા કાઢવામાં આવે છે. શોભાયાત્રાના સમાપન પછી મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવે છે. દસ દિવસ માની આરાધના કરી ધન્યતા અનુભવે છે.