ઓલિમ્પિકનું સમાપન

ઓલિમ્પિકનું સમાપન

પેરિસ ઓલિમ્પિકના સમાપન પહેલાં જ ભારતની સફર એમ તો ખતમ થઈ ચૂકી હતી. આ વખતે ભારત એક રજત પદક સહિત કુલ છ પદક જ મેળવી શક્યું. આ પ્રદર્શનને ઉત્સાહજનક તો ન કહી શકાય, કારણ કે ભારત તમામ તૈયારીઓ છતાં પાછલા પ્રદર્શનને દોહરાવી ન શક્યું. એનાથી એ જ રેખાંતિત થાય છે કે ભારતને રમતોમાં મોટી શક્તિ બનવા માટે હજુ લાંબી સફર ખેડવાની છે. પદક તાલિકામાં ભારતનું સ્થાન પહેલા ૫૦ દેશોમાં પણ નથી.

સૌથી વધુ આબાદી ધરાવતા દેશનું પદક તાલિકામાં આટલું પાછળ હોવું થોડું નિરાશાજનક છે. આ વખતે થોડી રમતોમાં જ ભારતીય ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા. તેમાં સર્વોપરિ રહ્યો નીરજ ચોપડા, જેણે ગઈ વખત સુવર્ણ પદક જીતીને જાદુ કર્યો હતો અને આ વખતે તેણે રજતથી સંતોષ કરવો પડ્યો.

ત્યારબાદ પણ તે ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડી રૂપે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યો. શૂટિંગમાં મનુ ભાકરે પણ આશાતીત પ્રદર્શન કર્યું. તેણે વ્યક્તિગત સ્પર્ધાની સાથે જ યુગલ પ્રતિસ્પર્ધામાં પણ સરબજોત સિંહની સાથે કાંસ્ય પદક જીત્યો. શૂટિંગમાં આવું જ પ્રદર્શન સ્વપ્નિલ કુસાલેએ પણ કર્યું.

કુસ્તીમાં અમન સહરાવતના કાંસ્ય રૂપે એક જ પદક મળ્યો. વિનેશ ફોગટ પાસે ઘણી આશા હતી, પરંતુ ભાગ્યએ તેનો સાથ ન આપ્યો. પદકોની સંખ્યા ઓછી રહેવાનું એક કારણ એ પણ રહ્યું ક -ય સેન, અર્જુન બબુતા સહિત કેટલાય ખેલાડી ચોથા સ્થાનથી આગળ ન જઈ શક્યા. હોકી ટીમ દ્વારા સતત બીજો કાંસ્ય પદક મેળવવો એક મોટી ઉપલબ્ધિ છે. આ ઉપલબ્ધિ એજ દર્શાવે છે કે ભારતીય હોકી પોતાના સ્વર્ણિમ દિવસો તરફ પાછી ફરી રહી છે.

ઓલિમ્પિકમાં સમાપનની સાથે જ આપણા નીતિ-નિયંતાઓ, ખેલ સંગઠનો, ખેલ પ્રશાસકો અને ખુદ ખેલાડીઓએ એના પર આત્મમંથન કરવું જોઇએ કે ભારત ઓલિમ્પિકમાં આટલું પાછળ કેમ છે. એ તો સ્પષ્ટ છે કે આપણા દેશમાં એવી ખેલ સંસ્કૃતિ વિકસિત નથી થઈ શકી, જેવી અત્યાર સુધી થવી જોઇતી હતી. ખેલ સંસ્કૃતિનો યોગ્ય રીતે વિકાસ નહીં થઈ શકવાથી વિભિન્ન રમતોમાં પ્રતિભાઓની શોધ અને તેમનું યોગ્ય પ્રશિક્ષણ નથી થઈ શક્તું.

આ કામમાં સરકારી સ્કૂલો પણ પાછળ છે અને ખાનગી સ્કૂલો પણ. વિભિન્ન ખેલ સંગઠનો પણ ખેલ પ્રતિભાઓને શોધવા અને તેમને નિખારવાનું કામ નથી કરી શક્તા. એક સમસ્યા એ પણ છે કે ખેલાડીઓએ બહેતર પ્રદર્શન કરવાની સાથે જ પોતાના કરિયરની પણ ચિંતા કરવી પડે છે. તેની પણ અવગણના ન કરી શકાય કે કેન્દ્ર સરકારની સાથે જ કેટલીક જ રાજ્ય સરકારો રમતોને ઉત્તેજન આપવા માટે તત્પર દેખાય છે. ખેલ અને ખેલાડીઓના વિકાસ કેવી રીતે થાય, તેનું ઉદાહરણ ચીન સહિત અન્ય દેશો પાસેથી શીખવું જોઇએ.

હવે જ્યારે ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને આથક વિકાસ ખેલોના વિકાસમાં સહાયક હોય છે તો પછી ભારતે ઓલિમ્પિકની પદક તાલિકામાં પહેલા વીસ સ્થાનોમાં તો પોતાની જગ્યા બનાવવી જ જોઇએ.