શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. વહેલી સવારે ૪ કલાકે સોમનાથ મહાદેવનાં દ્વાર ખુલ્યા હતા. સોમવાર હોવાથી મહાદેવનાં દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી હતી. હર હર મહાદેવનાં નાદથી સોમનાથ મંદિર ગુંજી ઉઠ્યું હતું.
આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર હોઈ શિવ મંદિરો ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે દ્વારકાનાં નાગેશ્ર્વરમાં આવેલ જ્યોતિલગ ખાતે ભગવાન શિવનાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
દ્વારકાથી સોળ કિમી દુર આવેલું નાગેશ્ર્વર મહાદેવની શ્રાવણ માસમાં આરતીનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસના પ્રારંભ અને પ્રથમ સોમવાર ના દિવસે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં નાગેશ્ર્વર મહાદેવ ના દર્શનાર્થે આવ્યા હતા. વહેલી સવારે ભગવાન શિવની આરતીનાં ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. ગુજરાતમાંથી અનેક ભક્તો ભગવાન શિવનાં દર્શને આવે છે.
આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોઈ શિવ ભક્તોની લાંબી ક્તારો લાગી હતી. ભગવાન ભોલેનાથનાં દર્શન કરવા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ ભક્તો દ્વારા ભગવાનનો અભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાના બીજા સોમવારે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરાયો છે. હનુમાનજી દાદાની મૂત અને સિંહાસનને શિવ, શિવલીગ, શેષનાગ, નંદિની પ્રતિકૃતિથી શણગાર કરવામાં આવ્યો છે. જ્યારે હનુમાનજી મંદિર શિવમય બન્યું છે.સાળંગપુર કષ્ઠભંજન મંદિરે દાદા હનુમાનજીને શ્રાવણનાં બીજા સોમવારે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતાં. દાદાના સિંહાસનને શિવની પ્રતિકૃતિથી શણગાર કરાયો હતો
હનુમાનજીની મૂત છે ત્યાં ભવ્ય શિવ, શેષનાગ, શિવલિંગ, રૂદ્રાક્ષની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. કષ્ટભંજન દેવના મુગટને ગુલાબની પાંદડીઓ વડે શણગારાયો છે. તેમના વસ્ત્રો વાઘના ચામડાની પ્રતિકૃતિ હોય તેવા પહેરાવ્યા છે. દર્શનાર્થીઓ કહી રહ્યા છે કે દાદાના દર્શન કરીને ભગવાન શિવને જોયા હોવાનું અનુભવી રહ્યાં છે.