ગોધરા પાનમ કોલોની નદી કિનારે આરોપી ઈસમોએ મહિલાને નિર્વસ્ત્ર કરવાની કોશિષ કરી અધટિત કૃત્ય કરતા ફરિયાદ

ગોધરા શહેર પાનમ કોલોની પાછળ નદી કિનારે ફરિયાદી મહિલાને ત્રણ આરોપી ઈસમો ગાળો આપી ઉશ્કેરાઈ જઈ ગડદાપાટુનો માર મારી સાડી ખેંચી નિર્વસ્ત્ર કરવાની કોશિષ કરી અધટીત કૃત્ય કરી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા શહેર પાનમ કોલોની પાછળ નદી કિનારે ફરિયાદી બહેનને આરોપી ઈસમો પંકજભાઈ મોહનભાઈ સોલંકી, શોભનાબેન પંકજભાઈ સોલંકી, મયંકભાઈ પંકજભાઈ સોલંકીએ બુમો પાડીને આને મારવા જેવી છે તેમ કહી ત્રણ ઈસમો ઉશ્કેરાઈ જઈ ફરિયાદી મહિલાના ધર પાસે આવ્યા હતા. મહિલાને ગડદાપાટુનો માર મારી પંકજભાઈ સોલંકીએ સાડીનો છેડો ખેંચી અધટીત કૃત્ય કરી મહિલાને નિર્વસ્ત્ર કરવા લાગ્યા હતા. મહિલાએ બુમાબુમ કરતા મહિલાના બાળકો દોડી આવતા મહિલા નિર્વસ્ત્ર થતાં બચી ગઈ હતી. તુ અહિં રહેવા આવી છે તો જાનથી મારી નાંખીશુ ખોટી રીતે જેલમાં પુરાવી દઈશુ તેવી ધમકીઓ આપતા આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.