સંતરામપુર નગરમાં ઠેર ઠેર વધી રહેલો ખાડા રાજ વાહન ચાલકોને મુશ્કેલીઓ વધી રહી છે. સંતરામપુર નગરના દરેક વિસ્તારોમાં મોટાભાગના ખાડાઓ પડી ગયેલા જોવા મળી આવેલા છે. આના કારણે નગરના દરેક વિસ્તાર માંથી વાહન ચાલકોને રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે અને અઘરૂં બન્યું છે. દરેક જગ્યાએ મોટા મોટા ખાડા પડી જવાના કારણે ચારેય બાજુ ચોમાસા દરમિયાનમાં પાણીનો ભરમાર જોવા મળી રહ્યો છે અને ખાડા વધારે મોટા હોવાના કારણે લોકોને અંદાજ ના આવે તો વાહનો લઈને જતા હોય છે તો નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે.
પરિસ્થિતિ એવી જોવા મળેલી છે કે આવી કાળજાળ મોંઘવારીમાં સૌથી વધારે વાહનોને નુકશાન થઈ રહ્યું છે અને ઈંધણ પણ વધારે વપરાતું હોય છે. તેવી પરિસ્થિતિ જોવાથી હોય છે સ્થાનિક રહીશ હોય ઘણીવાર પાલિકામાં ખાડા પૂરવા માટે રજૂઆત કરી પરંતુ ખાડા પૂરવામાં આવતા જ નથી. લુણાવાડા રોડ અને બસ સ્ટેશન વિસ્તારમાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે એ વિસ્તાર માંથી પસાર થવું પણ અઘરૂં બની રહ્યું છે. ભલે પાલિકા દ્વારા નવો રસ્તો બનાવવાની જાહેરાત કરી હોય પરંતુ અત્યારે તો વાહન ચલકો માટે મુશ્કેલી તો વધી જ છે. વહેલી તકે પાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે ખાડા પૂરવાની કામગીરી કરે વાહન ચાલકો અને નગરજનો ઉગ્ર માંગ ઉભી થઈ છે.