લીમખેડાના ધાનપુર(દુ) ગામે ધર ઉપર નળીયા સરખા કરવા ચડેલ 49 વર્ષીય વ્યકિતને કરંટ લાગતાં મોત

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર (દુ) ગામે એક 49 વર્ષિય વ્યક્તિ પોતાના ઘરના નળીયા સરખા કરવા જતાં ઘર પરથી પસાર થતાં એગ્રીકલ્ચર ચાલુ વીજ લાઈનનો વ્યક્તિને શરીરે સખત વીજ કરંટ લાગતાં વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.10મી ઓગષ્ટના રોજ લીમખેડાના ધાનપુર (દુ) ગામે પરમાર ફળિયામાં રહેતાં 49 વર્ષિય સોમાભાઈ બચુભાઈ પરમાર સવારના આઠેક વાગ્યાના આસપાસ પોતાના ઘરની નળીયા સરખા કરવા માટે પોતાના ઘર પર ચઢ્યાં હતા. ત્યારે ઘર ઉપરથી પસાર થતાં એગ્રીકલ્ચર ચાલુ વીજ લાઈનને અકસ્માતે સોમાભાઈ અડી જતાં તેઓને શરીરે સખત વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાંની સાથે બુમાબુમ મચી જતાં સોમાભાઈના પરિવારજનો તેમજ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત સોમાભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સોમાભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે પ્રતાપભાઈ સામાભાઈ પરમારે લીમખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.