કેવડીયા નજીક દુર્ધટનામાં મૃતક આદિવાસી યુવાનો બેસણામાં શિક્ષણમંત્રી હાજર રહી 4.50 લાખનો ચેક અર્પણ કર્યો

કેવડીયા નજીક દુર્ઘટનામાં મૃત્યુ પામનારા આદિવાસી યુવાનો સ્વ.જયેશભાઈ શનાભાઇ તડવી તથા સ્વ.સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીના નિવાસ સ્થાને આયોજીત બેસણામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહી પુણ્યાત્માને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને તેમનાં પરિવારજનોને સાંત્વના પાઠવી. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા પીડિત પરિવારને રૂા. 4,50,000/- (સાડા ચાર લાખ રૂપિયા) સહાય રૂપે અર્પણ કર્યો.

આ તકે વિસ્તારના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ જી, જીલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંગભાઇ તડવી, ગરૂડેશ્ર્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રવણભાઇ તડવી, જીલ્લા પંચાયત સભ્ય દિનેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.