ગરબાડા,
સંવિધાન દિવસના પાવન અવસર પર સંવિધાન મહોત્સવ અને ગ્લોબલ એચીવર્સ ડો. બી.આર.આંબેડકર એવોર્ડ 2022નું આયોજન ગોપાલ કિરણ સમાજસેવી સંસ્થા ગ્વાલિયર મધ્યપ્રદેશ દ્વારા તારીખ 27 નવેમ્બર 2022 ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન અટીરા કેમ્પસ અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ ગામની ભુતવડ પ્રાથમિક શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને શ્રેષ્ઠ શિક્ષક ગ્લોબલ એચિવર્સ ડો. બી.આર.આંબેડકર એવોર્ડ 2022 કૈલાશ ચંદ્ર મીણા ડી.એફ.ઓ. જયપુર રાજસ્થાનના વરદ્દ હસ્તે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિથિ આર.કે.મહેરા સચિવ મધ્યપ્રદેશ શાસન ભોપાલ, ડો. સુનિલ કુમાર ક્ષેત્રિય નિર્દેશક કેન્દ્રીય હિન્દી સંસ્થાન અમદાવાદ કેન્દ્ર તેમજ ઓ.પી. અહીરવાર ગૃહ મંત્રાલય ભારત FCCC સરકાર નઈ દિલ્હી અને ડો.મોહમ્મદ ઓસામા નેશનલ મોટિ વેટર ઓરિસ્સા હાલ નઈ દિલ્હી તથા સંસ્થાના અધ્યક્ષ પ્રકાશ સિંઘ નીમરાજેની ઉપસ્થિતિમાં જેમાં રાજસ્થાની પાઘડી, શિલ્ડ, પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને દાહોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ભાવસિંહભાઈ ભાભોર તથા વડવા નિશાળ ફળિયાના આચાર્ય ચરણસિંહ કટારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.