પાકિસ્તાનમાં આર્થિક કટોકટી ઘેરી, લોકો ઉધાર લઈને ઘરનો ખર્ચ ચલાવી રહ્યા છે

પાકિસ્તાનમાં આથક કટોકટી સતત ઘેરી બની રહી છે, પરંતુ તેમ છતાં પાકિસ્તાનનો પોતાને મહાન શક્તિ માનવાનો ભ્રમ ખતમ થઈ રહ્યો નથી. પાકિસ્તાન હજુ પણ ભારતમાં ઘૂસણખોરીને પ્રોત્સાહન આપી રહ્યું છે અને ઈરાનને ઈઝરાયલ વિરુદ્ધ લશ્કરી મદદ આપવાનું પણ વિચારી રહ્યું છે. પાકિસ્તાન પોતાને આરબ જગતનું લીડર માને છે, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે તે અરબ દેશો સામે ભિક્ષા માટે હાથ લંબાવવામાં જરાય શરમાતું નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન માટે આ કહેવત બિલકુલ સાચી છે કે ’ઘરમાં દાણા નથી, અમ્મા ચલી ભુને’. હવે એક તાજેતરના અહેવાલમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનની આથક સ્થિતિ સતત કથળી રહી છે અને તે ગરીબીની આરે પહોંચી ગયું છે.

પાકિસ્તાનમાં તાજેતરમાં કરવામાં આવેલા એક આથક સર્વેમાં સામે આવ્યું છે કે પાકિસ્તાનની આથક સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. સ્થિતિ એવી છે કે દેશના ૭૪ ટકા લોકો તેમના માસિક ખર્ચને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જે ગયા વર્ષની સરખામણીમાં ૧૪ ટકા વધુ છે. પાકિસ્તાનમાં, સામાન્ય લોકો કાં તો તેમના ખર્ચાઓને પહોંચી વળવા પૈસા ઉછીના લેવા માટે મજબૂર છે અથવા પાર્ટ-ટાઇમ નોકરી કરવા માટે મજબૂર છે. સરકારે આથક યોજના તૈયાર કરી છે, પરંતુ વધતું દેવું પાકિસ્તાન માટે માથાનો દુખાવો વધારી રહ્યું છે.જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના ૧૧ મોટા શહેરોમાં હજારો લોકો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં સામે આવ્યું છે કે મે ૨૦૨૩માં જ્યાં ૬૦ ટકા લોકોને તેમના ઘરના ખર્ચાઓનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી રહી હતી, હવે તેમની સંખ્યા વધીને ૭૪ ટકા થઈ ગઈ છે. ૬૦ ટકા લોકોએ તેમના ઘરના ખર્ચમાં ઘટાડો કરવો પડ્યો છે. તે જ સમયે, ૪૦ ટકા લોકો તેમના પરિવારના ભરણપોષણ માટે લોન લઈ રહ્યા છે. ૧૦ ટકા લોકોએ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે પાર્ટ ટાઈમ જોબ કરવાનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનના ૫૬ ટકા લોકો કંઈ બચાવી શક્યા નથી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાનની આથક સ્થિતિ શું છે. મોંઘવારી અને પાકિસ્તાનના લોકોની ખર્ચ શક્તિમાં ઘટાડા પર પણ એક સર્વે કરવામાં આવી રહ્યો છે. સ્થિતિને જોતા તેમાં પણ ચોંકાવનારા આંકડા અપેક્ષિત છે. શેહબાઝ શરીફની આગેવાની હેઠળની પાકિસ્તાન સરકાર હવે ફેડરલ બજેટમાં રાજ્યોનો હિસ્સો ૩૯.૪ ટકાથી વધારીને ૪૮.૭ ટકા કરવાની તૈયારી કરી રહી છે. પાકિસ્તાને ગત નાણાકીય વર્ષમાં ઘણી લોન લીધી છે અને પાકિસ્તાનનું દેવું ૭૯,૭૩૧ અબજ પાકિસ્તાની રૂપિયા પર પહોંચી ગયું છે. પાકિસ્તાને આઇએમએફ સાથે સાત અબજ ડોલરની નવી ડીલ પર પણ હસ્તાક્ષર કર્યા છે.