કેલિફોર્નિયામાં ભારત-યુએસ સાંસ્કૃતિક સંગમ જોવા મળશે; ૧૭-૧૮ ઓગસ્ટની ઘટના

ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે, ૧૭ અને ૧૮ ઓગસ્ટના રોજ કેલિફોનયાના ફ્રેમોન્ટમાં ભારતીય અને અમેરિકન સંસ્કૃતિના સંગમ એવા ગ્લોબ ઈન્ડિયા ડે પરેડ અને મેળાના ૩૨મા ઉત્સવનું આયોજન કરવામાં આવશે.

ઉત્તરી કેલિફોનયાના ફેડરેશન ઓફ ગ્લોબ (એફઓજી) અને ફેડરેશન ઓફ ઈન્ડો અમેરિકન્સ (એફઆઈએ) દ્વારા આયોજિત આ ઈવેન્ટ ૩૧ વર્ષથી ભારત-યુએસ સાંસ્કૃતિક વારસાનો મહત્વપૂર્ણ ભાગ છે. ઈન્ડિયા ડે પરેડ અને મેળામાં હજારો લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત ફ્રી વેલનેસ ફેર, ફૂડ ફેસ્ટિવલ, બાળકો માટે રોમાંચક પ્રવૃત્તિઓ અને પરેડનું આયોજન કરવામાં આવશે.

જેમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રવાસન અને સંસ્કૃતિની ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલા આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમયગાળા દરમિયાન, ૨૫૦ થી વધુ નૃત્ય જૂથો તેમની કલાનું પ્રદર્શન કરશે. તેમાં ક્લાસિકલ, ફોક, બોલિવૂડ, કન્ટેમ્પરરી અને હિપ-હોપ જેવી કેટેગરી સામેલ હશે. મેળામાં ભારતના વિવિધ પ્રદેશોની સ્વાદિષ્ટ વાનગીઓ પણ ઉપલબ્ધ થશે. ૧૦૦થી વધુ બૂથ પર સ્વાદિષ્ટ ભોજન અને ખરીદીની તકો હશે. ર્હ્લંય્ના સ્થાપક અને કન્વીનર ડો. રોમેશ જાપરાએ જણાવ્યું હતું કે, ત્રણ દાયકાથી આ ફેડરેશને અમેરિકામાં ભારતીય સમુદાયના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સંસ્થાએ તેમને ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખ્યા છે.