બાલાસિનોરની ત્રણ દુકાનોમાં અનાજની ધટ મળતા એક મહિના માટે પરવાનો રદ્દ

બાલાસિનોર અને વિરપુર તાલુકાના પ્રાંત અધિકારી હિરેનભાઈ ચોૈહાણ દ્વારા બાલાસિનોરમાં જુની મામલતદાર કચેરી પાસે આવેલી જનતા ક્ધઝયુમર-1, જનતા ક્ધઝયુમર-2, બખલી વાલા શાળા નજીક આવેલ ટી.એમ.શ્રીમાળીની સસ્તા અનાજની દુકાનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાતા ત્રણેય દુકાનોમાં અનાજના પુરવઠામાં ધટ જોવા મળી હતી. આ સાથે સ્વચ્છતાં ન રાખતા દુકાનદારોની દુકાનોમાં અન્ય ક્ષતિઓ પણ ઘ્યાને આવી હતી. જેથી તાત્કાલિક ધોરણે જતા ક્ધઝયુમર-1, જનતા ક્ધઝયુમર-2, નો પરવાનો બે મહિના માટે તાત્કાલિક ધોરણે રદ્દ કરવામાં આવ્યો હતો. જયારે ટી.એમ.શ્રીમાળીની દુકાનનો પરવાનો એક મહિના માટે રદ્દ કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે રેશનકાર્ડ ધારકોને અનાજથી વંચિત ન રહે માટે બાલાસિનોર નગરની અન્ય પંડિત દિનદયાળની દુકાનના સંચાલકોને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, આર્થિક સદ્ધરતામાં ના આવતા પરિવારોને રેશનકાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતુ અનાજ માટે દરેક પંડિત દિનદયાળની દુકાનોમાં કયા રેશનકાર્ડને કેટલુ અનાજ મળે છે, તેમનો ભાવ શુ છે તેની પાવતી આપવામાં આવતી નથી. જેના પગલે અનેક પંડિત દિનદયાળની દુકાન સંચાલકો દ્વારા ગરીબોનુ અનાજ બારોબાર સગેવગે કરી રહ્યા છે.