કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ દ્વારા 100% મતદાનનો નિર્ધાર

ગોધરા,

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ એનએસએસના કોર્ડીનેટર ડો નરસિંહભાઈ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસ વિભાગ દ્વારા કોમર્સ કોલેજ ગોધરા ખાતે વિદ્યાર્થીઓને 100 ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કોલેજના પ્રો. અજીતસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને સંવિધાનની સાક્ષીમાં રહીને અચૂક મતદાન કરવાનો અને કરાવવાનો એક દ્રઢ સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એનએસએસના પ્રોગ્રામ ઓફિસર સહિત અન્ય મહાનુભાવો એ પણ વિદ્યાર્થીઓને અચૂક મતદાન કરવાની શીખ આપી હતી. વિદ્યાર્થીઓએ 100 ટકા મતદાન કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.