સંતરામપુરમાં વિરામ બાદ ફરીથી રખડતા પશુઓએ આંતકમચાવી રાખ્યું છે. ચોમાસા દરમિયાનમાં રખડતા પશુઓ બેસવા માટે ચોખ્ખી જગ્યા શોધતા હોય છે. રખડતા પશુઓ બજાર વિસ્તારમાં સુખી નદીના બ્રિજ ઉપર લુણાવાડા રોડ કારગીલ પેટ્રોલ પંપની પાસે બસ સ્ટેન્ડ ચાર રસ્તા દરેક જગ્યાએ રોડની વચ્ચોવચ ધામા નાખીને બેસી જતા હોય છે. આના કારણે વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવી સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ આ જ જોવા મળી રહી છે.
આ રખડતા પશુઓ રસ્તાની વચ્ચોવચ ઊભા થઈ જાય તો હટવાનું નામ જ નહીં લેતા જો અમને હટાવવા જાય તો સામે હુમલો કરે છે. તેવી પરિસ્થિતિ જોવા મળેલી છે. કારગીલ પેટ્રોલ પંપની પાસે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. ત્યારે સવારે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે હનુમાન મંદિરે આવતા હોય છે અને મહિલાઓ અને પુરૂષોની જવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે.
આ જગ્યાએ મોટાભાગના પશુઓ સસ્તાની વચ્ચે વધ ધામો નાખતા હોય છે અને જ્યાં દેખો ત્યાં આ આ પશુઓ પોદળાઓ પાડીને ચારે બાજુ બગાડ કરી મૂકતા હોય છે અને આ પરિસ્થિતિ જેટલા સંતરામપુરમાં ઘણા સમયથી જોવા મળેલી સફાઈ કામદાર પણ પશુઓના પાડેલા પોદળાઓ પણ ઉપાડ્યો ઉપાડીને થાકી ગયા છે. સંતરામપુરમાં આના કારણે ગંદકી અને બગાડ પણ વધારે પડતો વધી રહેલો છે અને ચારે બાજુ દુર્ગંધ પણ ફેલાતી હોય છે. પાલિકા દ્વારા રખડતા પશુઓના માલિકો પર કાર્ય કરવામાં આવે અને રખડતા પશુઓને અટકાવવામાં આવે તેવું નગરજનો ઇછી રહ્યા છીએ.