પ્રાંત અધિકારીનો સસ્તા અનાજની દુકાન પર સપાટો: બાલાસિનોરની જનતા કન્ઝયુમર અને અન્ય દુકાનોમાં અનાજની ઘટના પગલે પરવાનો રદ કરાયો.

બાલાસિનોર અને વીરપુર તાલુકાના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી હિરેનભાઈ ચૌહાણ દ્વારા સસ્તા અનાજની દુકાનોમા સરપ્રાઈઝ ચેકિંગ હાથ થતા અને ગોલમાલ સામે આવતા ત્રણ દુકાને તાત્કાલિક ધોરણે પરવાનો રદ કરવામાં આવતા ભ્રષ્ટાચાર કરતા દુકાનદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર અને વીરપુર તાલુકાના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા બાલાસિનો નગર વિસ્તારમાં જૂની મામલતદાર કચેરી પાસે આવેલી જનતા ક્ધઝ્યુમર -1 અને જનતા ક્ધઝ્યુમર -2 અને બખલી વાલા શાળા નજીક આવેલી ટી.એમ.માળીની સસ્તા અનાજની પંડિત દિન દયાલની દુકાનો આવેલી છે. જેમાં પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા ત્રણેય દુકાનોમાં અનાજ ના પુરવઠામાં ઘટ જોવા મળી હતી.

સાથે સ્વચ્છતા ના રાખતા દુકાનદારોની દુકાનોમાં અન્ય ક્ષતિઓ પણ પ્રાંત ના ધ્યાને આવી હતી. જેથી તાત્કાલિક ધોરણે જનતા ક્ધઝ્યુમર -1 અને જનતા ક્ધઝ્યુમર -2નો પરવાનો 2 મહિના માટે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યો હતો. જ્યારે ટી.એમ. માડીની દુકાનનો પરવાનો – 1 મહિના માટે રદ કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રેશકના કાર્ડ ધારકોને આનાજથી વંચિત ના રહે તે માટે બાલાસિનોર નગરની અન્ય પંડિત દિન દયાલ દુકાનોના સંચાલકોને ચાર્જ આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લખનીય છે કે રેશનકાર્ડ લઈને સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ માટે દરેક પંડિત દિન દયાલની દુકાનોમાં કયા રેશનકાર્ડને કેટલું અનાજ મળે છે, તેમજ તેનો શું ભાવ છે. તેની પાવતી આપવામાં આવતી નથી. જેના પગલે અનેક પંડિત દિન દયાળની દુકાનના સંચાલકો દ્વારા ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરી રહ્યા છે.