દાહોદની યુવતિ અને રાજસ્થાનની પરણિતાને દહેજની માંગ કરી ત્રાસ આપતાં મહિલા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ શહેરમાં રહેતી અને રાજસ્થાન ખાતે પરણાવેલ એક 39 વર્ષિય પરણિતાને તેના પતિ શાસરિયા દ્વારા પરણિતા પાસે દહેજની માંગણી કરી પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી મારઝડુ કરતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોતાના પિયર દાહોદ ખાતે આવી પહોંચી દાહોદ મહિલા પોલીસ મથકે ન્યાયની ગુહાર સાથે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં સિંધી સોસાયટી ખાતે પોતાના પિયરમાં આવેલ પહોચેલ 39 વર્ષિય પરણિતા નેહાબેન ત્રિકમદાસ ગોલાનીનાન લગ્ન તારીખ31.07.2015ના રોજ રાજસ્થાનના જયપુર ખાતે રહેતાં પંકજકુમાર કિશનકુમાર નિહાલાની સાથે થયાં હતાં.

લગ્નના એક વર્ષ જેવુ પતિ તથા સાસરીપક્ષના કિશનકુમાર કુંદનદાસ નિહાલાની, દ્રોપદી કિશનકુમાર નિહાલાની, હિમાંશી દિનેશકુમાર પારવાણી, દિનેશકુમાર તીર્થદાસ પારવાણીનાઓએ સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર પરણિતા નેહાબેનને પતિ તથા સાસરીયાઓ મેણા, ટોણા મારી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી કહેલ કે, તુ તારા ઘરેથી પૈસા તેમજ ફોર વ્હીલર ગાડી લઈ આવ, તેમ કહી પરણિતા નેહાબેન સાથે મારઝડુ કરી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા નેહાબેને પોતાના પિયરની વાટ પકડી હતી અને દાહોદ શહેર ખાતે પોતાના પિયરમાં આવી આ સંબંધે પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આ સંબંધે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.