આજે જીલ્લાનાં 16 ગામોમાં રૂ. 150.850 લાખના કુલ 49 કામોનું ખાતમુહુર્ત, લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ખેડા જીલ્લામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.05 ઓગસ્ટ થી તા.12 ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ,ખાતમુહુર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે જીલ્લાનાં 16 ગામોમાં રૂ. 150.850 લાખના કુલ 49 કામોનું ખાતમુહુર્ત, લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે જીલ્લાના 18 ગામોમાં રૂ. 138.175 લાખના કુલ 46 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કુલ 6 દિવસમાં જીલ્લાના 117 ગામોમાં રૂ.685.601 લાખના 262 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ કામોમાં આંગણવાડી બાંધકામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર શૌચાલય, પીવાનું પાણી, બોર, પેવર બ્લોક, ગટરલાઈન, પાણીની પાઈપલાઈન, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરલાઈન જેવા ગ્રામ્ય જનસુવિધા અને જનસુખાકારીનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત સ્થાનિક ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે તા.12 ઓગસ્ટ, સોમવારના રોજ 13 સ્થળોએ રૂ.106.040 લાખના કુલ 31 કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવનાર છે.