દાહોદના પુસરી ગામ પાસે હાઈવે રોડ ઉપર બાઈક રેલીંગ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત

દાહોદ તાલુકાના પુસરી ગામે અમદાવાદ ઈન્દૌર હાઈવે રોડ ઉપર એક મોટરસાઈકલના ચાલકની મોટરસાઈકલ હાઈવે રોડની બાજુમાં આવેલ રેલીંગ સાથે ધડાકાભેર અથડાતાં મોટરસાઈકલના ચાલકને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મોટરસાઈકલ ચાલકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.09મી ઓગષ્ટના રોજ ગરબાડા નગરમાં નવા ફળિયામાં ખાતે રહેતાં 34 વર્ષિય જીતેન્દ્રભાઈ મળસીંગભાઈ બારીયા પોતાના કબજાની મોરસાઈકલ લઈ દાહોદના પુસરી ગામે નદી પાસેથી પસાર થતાં અમદાવાદ ઈન્દૌર હાઈવે રોડ ઉપર પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે પોતાના કબજાની મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં જીતેન્દ્રભાઈની મોટરસાઈકલ હાઈવે રોડની બાજુમાં આવેલ રેસીંગ સાથે ધડાકાભેર અથડાતા જીતેન્દ્રભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ 108 ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાની લેઈ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં મૃતક જીતેન્દ્રભાઈના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી આ અંગેની જાણ મૃતક જીતેન્દ્રભાઈના પરિવારજનોને કરવામાં આવતાં પરિવારજનો પણ દોડી આવ્યાં હતાં. ઘટનાને પગલે મૃતક જીતેન્દ્રભાઈના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

આ સંબંધે મુળસીંગભાઈ જવાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.