ગોધરા,
ગોધરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ ગોધરામાં રોડ શો યોજી ભાજપ માટે મત માંગશે.
ગોધરા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજીના પ્રચાર પ્રસાર માટે યુ.પી.ના મુખ્યમંત્રીના અને ભાજપના ઉમેદવાર માટે બપોરના 3 વાગ્યા રોડ શો યોજાશે. વિશ્ર્વકર્મા ચોક થી તળાવ હોળી ચકલા, બગીચા રોડ થઈ લાલબાગ ટેકરી સુધી રોોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરા ખાતે પ્રચાર અર્થે આવતાં યોગી આદિત્યનાથને લઈ ભાજપના કાર્યકરો અર્થે સમર્થકોમાં યોગી આદિત્યનાથને જોવા અને સાંભળવા આતુરતા જોવા મળી રહી છે.