શહેરાની નવી વાડી ગામે બહેને મારતાં આરોપીથી બચાવા પડેલ ભાઈ જાનથી મારી નાખવાની ધમકી

શહેરા,

શહેરા તાલુકાના નવી વાડી ગામે આરોપી ઈસમ ફરિયાદીની બહેનને મારતો હોય જેની ભાઈ વચ્ચે બચાવવા પડતાં માથામાં લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના નવી વાડી ગામે રહેતા આરોપી ઈસમ રાહુલ ગોકળભાઈ માછી જે પ્રદિપભાઈ માછીને બહેનને લાફા મારતો હોય ત્યારે પ્રદિપભાઈ છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ લાકડી માથાના ભાગે મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.