દામાવાવ પોલીસે રાણીપૂરા ગામે રાઠવા ફળિયામાંથી કતલ કરવાના ઇરાદે ગોંધી રાખેલી બે ગાયોને બચાવી લીધી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અને એક સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી.
દામાવાવ પોલીસ દ્વારા ગત રોજ રાણીપુરા ગામે રાઠવા ફળિયામાં રેઇડ પાડવામાં આવી હતી. જેમાં આરોપીઓ પ્રભાત રમણ નાયક,અરવિંદ નાયકા રાઠવા અને સંજય નામનો ઇસમ(તમામ રહે.છારિયા,તા.ગોધરા) જેઓએ બે ગાયોને કતલખાને કતલ કરવાના ઇરાદે પાણી કે ઘાસચારા ની સગવડ વિના બાંધી રાખી પકડાઈ જઈ અને એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યો હતો. ત્યારે પોલીસે બને ગાયોને બચાવી સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી હતી. જ્યારે આરોપી પ્રભાત રમણ નાયક અને અરવિંદ નાયકા રાઠવા ની ધરપકડ કરી હતી. જ્યારે સંજય નામનો આરોપી સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા તમામ સામે દામાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.