રવિવારના રોજ ગોધરા ખાતે રમણલાલ નાયક હોલમાં ધી જનસેવા કો ઓ ક્રેડિટ સોસાયટી લી ના સૌજન્યથી એક દિવસીય સહકાર સેમિનારનુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષદભાઇ શાહ, સતીષભાઈ, મણીભાઈ તેમજ અતુલભાઈ શાહે સાથે મળી ને આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરેલ છે.સદર કાર્યક્રમમાં જિલ્લાના જુદાં જુદાં તાલુકામાંથી ક્રેડિટ સોસાયટીના સંચાલક મંડળના સભ્યો અને કર્મચારીઓ એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. જિલ્લા ફેડરેશનના હોદ્દેદારો એ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે ગોધરા સીટી બેંકના ચેરમેન કે ટી પરીખ, પંચમહાલ ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ચેરમેન ડો.સરવરભાઇ વલી તથા પંચમહાલ બેંક ના સીઇઓ રસેશભાઇ શાહ હાજર રહ્યા હતાં તેમણે સહકારી પ્રવૃત્તિ, કાયદાકીય સમજ, વસુલાત – ધિરાણ નીતિ અને સહકારથી સમૃદ્ધિ અંગે સમજ આપી હતી.
પંચમહાલ જિલ્લા સહકારી સંઘ વતી પારૂલબેને કાયદાકીય સમજ આપી હતી.