કાલોલ પોલીસ દ્વારા અલગ અલગ બે જગ્યાએ રેડ કરી 11 જુગારીઓને 14,540/ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

કાલોલ પોલીસ સ્ટેશન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પોલીસ ઇન્સ્પેકટર આર.ડી.ભરવાડને બાતમી મળેલ કે કાલોલ નગરપાલિકા ની પાછળ આવેલ જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટનાં અજવાળે કેટલાક ઇસમો પત્તા-પાના વડે રૂપીયાથી હાર-જીતનો જુગાર રમે છે તેવી બાતમી વાળી જગ્યાએ જઈને પોલીસે પાંચ જુગારીઓને રૂપિયા 12750 રકમ સાથે ઝડપી લીધા હતા ત્યારે બીજી તરફ કાલોલ માતાવાળા ફળીયા માં આવેલ ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટ નાં અજવાળા માં કેટલાક ઈસમો પત્તા-પાના વડે રૂપીયાથી હાર-જીતનો જુગાર રમતા હોય તેવી બાતમી ના આધારે બાતમી વાળી જગ્યાએ પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો જાહેરમાં ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળુ વળી ભેગા બેસી કંઈક રમતા હોય તેમ લાગતા ચારેય બાજુ થી કોર્ડન કરી સદરી જગ્યાએ રેડ કરતા રમવા બેસેલ ઇસમો પોલીસને જોઈ નાસવા લાગતા પોલીસ ના માણસોએ દોડીને તમામ છ જુગારીઓને પકડી રૂપિયા 1,790/ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા આમ કાલોલ પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તાર માંથી ફુલ 14,540/ મુદ્દામાલ અને 11 જુગારીઓને કાલોલ પોલીસે ઝડપી પાડયા હતા.