શ્રી પરમ કૃપાળુ ૐ કારેશ્ર્વર મહાદેવની અસીમ કૃપાથી અને તેમના આશીર્વાદથી અન્નપૂર્ણા મહિલા પ્રગતિ મંડળ, ગોઘરા દ્વારા શ્રી શિવમહાપુરાણ કથા પવિત્ર શ્રાવણ માસમાં ગોધરાની પવિત્ર ભૂમિ પર આયોજન કરવામાં આવેલ છે. આત્માનું કલ્યાણ કરનારી, મનને શાંતિ આપનાર તેમજ પૂર્વજોના સ્મરણાર્થે શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આવોજન કરવામાં આવેલ છે. તમામ ભાવિક ભક્તોએ આ જ્ઞાનયજ્ઞમાં કથા શ્રવણનો અવશ્ય લાભ લેવા પધારશો. ભગવાન શિવ હંમેશા લોકપકરી અને હિતકારી છે.અન્ય દેવોની પૂજા-અર્ચનાની તુલનામાં શિવ ઉપાસના ખૂબ જ સરળ છે.
અન્ય દેવોને સુંગધિત પુષ્પમાળાઓ અને મીઠાં પકવાન ધરાવવામાં આવે છે. પણ મારા શિવજીને તો જલ-બીલીપત્ર – ન ખાવા યોગ્ય ફળ-પાન જેમ કે ધતૂરો વિગેરે અર્પણ કરવાથી પ્રસન્ન થાય, ના જોઈએ વસ્ત્ર-શણગાર-ખાલી વ્યાધમ્બર અને ભસ્મ તો આવા મારા શિવજીની કથામાં જરૂર પધારશો. શિવકથા ઉપાસના શ્રેષ્ઠ આરાધના છે. તેમજ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરનાર છે. સ્વયંમ યમરાજ પણ શિવજીના મહિમાનું ગાન અને સન્માન કરે છે.
શિવકથાના પાવન પ્રસંગોમાં શિવકથા મહાત્મય, સતિ પ્રાગટય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિકેય જન્મ, શ્રી ગણેશ જન્મ,12 જ્યોતિલિંગની ઉત્પતિ અને રૂદ્રાક્ષનું મહાત્મય નું રસપાન વ્યાસપીઠ વકતા દિલીપભાઈ મહારાજ – લાલબાગ ટેકરી મંદિર,ગોધરા દ્વારા કરાવવામાં આવનાર છે. કથાનો પ્રારંભ શ્રાવણ વદ 8ને સોમવાર તા.26/08/2024 થી કથાની પૂર્ણાહુતિ શ્રાવણ વદ 14 ને રવિવાર તા.1/09/2024 સુધી. કથાનું સ્થળ : સત્સંગ હોલ, લાલબાગ ટેકરી મંદિર, ગોધરા કથાનો સમય :બપોરે 2:30 થી સાંજે 5:30 સુધીનો છે.