મોરવા(હ) તાલુકામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

ગુરૂવાર રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વદંન સપ્તાહ અંતર્ગત પંચમહાલ જિલ્લાના, મોરવા હડફ તાલુકામાં,- મહિલા કલ્યાણ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત અતિથિ વિશેષમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન,તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન, CDPO ગીતાબેન, આરોગ્ય શાખાના ચેરમેન ભારતીબેન, TDO ઉમેશ સિંહ, તાલુકા ઉપપ્રમુખ સુરેશભાઈ, મહિલા બાળ વિકાસ અધિકારી(WCO) માધવી મેડમ, તાલુકા માજી પ્રમુખ ધર્મિષ્ઠાબેન ,તાલુકા મહિલા મોરચા પ્રમુખ શીલાબેન, પ્રોગ્રામ ઓફિસર(ICDS)રમીલાબેન,જિલ્લા કાઉન્સિલર જયાબેન, PBSC – કાઉન્સિલર, 181- કાઉન્સિલર, C-Team સ્ટાફ, DHEW- સ્ટાફની તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને દીકરીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ યોજના વિશેની માહિતી આપવામાં આવી. બહેનોના સશક્તિકરણ માટે મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી,

શિક્ષિત બેરોજગાર માટે સ્વરોજગાર તાલીમ વિશેની માહિતી આપવામાં આવી. આંગણવાડીમાં ઉજવાતા દિવસો અને પોષક યુક્ત આહાર વિશેની માહિતી આપવામાં આવી. સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. PBSC- સેન્ટર પર થતી કામગીરી વિશે, 181 હેલ્પલાઇન ટીમ વિશે, ઈ- ટીમની કામગીરી વિશે માહિતી આપવામાં આવી.ખ.ક.અ. તથા ઉપસ્થિત મહિમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. છેલ્લે નારી વંદન ઉત્સવની પૂર્ણાહુતિ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું.