પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને મોરવા(હ) ની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું

શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી ના સલગ્ન હેઠળ ચાલતી કોલેજ સરકારી વિનયન અને વિજ્ઞાન મોરવા હડફ અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન વચ્ચે એમ.ઓ.યુ.નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમ દરમ્યાન સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફના આચાર્ય અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશનમાથી જિલ્લાના વડા જમીલા શેખ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ.ઓ.યુ. થી કોલેજના વિધાર્થીઓને ડિજિટલ લિટ્રેન્સી વિશે વધુ જાણવા મળશે તેમજ તેમને ઈ લર્નિંગ દ્વારા પોતાની સ્કિલમા વિકાસ લાવી શકશે. આની સાથે વિધાર્થીઓ ને કારકિર્દીના ઘડતર માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહેશે. આ એમ.ઓ.યુ. થી કોલેજમા આવતા દરેક વિધાર્થીને એક ઓનલાઇન પ્લેટફોર્મ મળી રહેશે. આ સફળ આયોજન બદલ પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશનના વિનોદ ગરાસીયા, ઇમરાન ખાન પઠાણ તેમજ સરકારી વિનયન અને વિજ્ઞાન મોરવા હડફના ઉપઆચાર્ય સુરેન્દ્ર બારિયા તેમજ સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને આ કરાર ખૂબજ લાભદાય નિવડે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.