તાજેતરમાં જ આવેલા કેટલાક સમાચારો જોઇએ. ૨૯ જુલાઈએ ઉત્તર પ્રદેશ સરકારે છળકપટથી ધર્માંતરણ પર સજાને વધુ કઠોર કરવાનો નિર્ણય કર્યો અને આ સંદર્ભે એક સંશોધન વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું. ૨૮ જુલાઇએ બરેલીથી સમાચાર આવ્યા કે છળ-છદ્મથી એક હિંદુ યુવકને ધર્માંતરિત કરવા માટે પાદરી સહિત ત્રણ લોકોની ધરપકડ કરાઈ. આ જ તારીખે રતલામથી સમાચાર આવ્યા કે ખેતરમાં પ્રાર્થના સ્થળ બનાવીને ધર્માંતરણ કરાઈ રહ્યું હતું. ફરિયાદ કરાતાં પોલીસ પહોંચી ગઈ અને ત્યાં તેને લગભગ ૧૫૦ આદિવાસીઓ મળ્યા.
બીમારી દૂર કરવાની લાલચ આપીને ધર્માંતરણ કરાવવાના આરોપમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત કરીને ફરિયાદ નોંધી. ૨૬ જુલાઈએ મુરાદાબાદથી એક સમાચાર આવ્યા કે એક ફેશન ઇન્સ્ટટ્યિૂટની સંચાલિકા રક્ષાંદા ખાન અને તેના પતિ શાહનવાઝ ખાનને તેમને ત્યાં આવતી યુવતીઓને ધર્માંતરણ કરવા માટે પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરી. ૨૫ જુલાઈએ રાંચીથી સમાચાર આવ્યા કે ઝારખંડ હાઇકોર્ટે ‘ચંગાઇ સભા’ દ્વારા આદિવાસીઓના ધર્માંતરણ પર રોક લગાવવાની માંગ કરતી જનહિત અરજી પર સુનાવણી કરતાં એ જિલ્લાઓનો વિસ્તૃત રિપોર્ટ માગ્યો, જ્યાં આદિવાસીઓનું લોભ-લાલચથી ધર્માંતરણ કરાવાય છે.
કોર્ટે એ પણ પૂછ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરપતી ધર્માંતરણ રોકવા માટે કયાં પગલાં ભરવામાં આવ્યાં છે? આ જ તારીખે લોક્સભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું કે બાંગ્લાદેશથી થનારી ઘૂસણખોરી અને સાથે જ ધર્માંતરણને કારણે ઝારખંડમાં આદિવાસી આબાદી ઝડપથી ઘટતી જાય છે.
જો ૨૫ જુલાઈના અને એના પહેલાંના અખબારો ફેંદવામાં આવે તો દેશના કોઈને કોઈ હિસ્સામાં છળકપટથી ધર્માંતરણના સમાચારો મળી જશે. જેમ કે ૧૦ જુલાઇએ પ્રયાગરાજથી આવેલા સમાચારની નોંધ લેવી જરૂરી છે, જેમાં અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે લોકો ને ધર્મ એટલે કે મત-મજહબના પાલનની અને તેના પ્રચારની સ્વતંત્રતા તો છે, પરંતુ આ સ્વતંત્રતા ધર્માંતરણનો અધિકાર નથી આપતી. આ ટિપ્પણી કરતાં હાઇકોર્ટે અનુસૂચિત જાતિના ગરીબ હિંદુઓને કષ્ટોથી મુક્તિ અને બહેતર જીવનની લાલચ આપીને ઇસાઇ બનાવી દેવાના આરોપમાં ધરપકડ કરાયેલા શ્રીનિવાસ રાવ નાઇકને જામીન આપવાનો ઇનકાર કરી દીધો. અલ્હાબાદ હાઇકોર્ટની આ ટિપ્પણીએ યાન તો ખેંચ્યું કે બંધારણ મત પ્રચારની સ્વતંત્રતા આપે છે અને તેમાં ધર્માંતરણનો અધિકાર નથી, પરંતુ વસ્તુસ્થિતિ તો કંઇક જુદી જ છે.
બંધારણે આપેલ મત પ્રચારની સ્વતંત્રતાની આડમાં જ દેશમાં મોટા પાયે છળકપટ અને લોભલાલચથી ધર્માંતરણ થઈ રહ્યું છે. તેને કારણે દેશના કેટલાય હિસ્સાની જનસંખ્યા એટલે કે ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે અને અન્ય હિસ્સાની ઝડપથી બદલાઈ રહી છે. ધર્માંતરણ સમસ્યા સ્વતંત્રતા પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. મહાત્મા ગાંધી ઇસાઇ મિશનરીઓ દ્વારા છળકપટથી કરાવવામાં આવતા ધર્માંતરણના પ્રબળ વિરોધી અને ટીકાકાર હતા, પરંતુ સ્વતંત્રતા બાદ સરકારે ઇસાઇ મિશનરીઓને એ જાણવા છતાં પણ મત પ્રચારની સુવિધા આપી દીધી કે તેઓ ગરીબ લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં સંડોવાયેલી છે.
દુષ્પરિણામ એ આવ્યું કે તેમણે પૂર્વોત્તરના મોટાભાગના ક્ષેત્રોના આદિવાસીઓને ઇસાઇ બનાવી દીધા. પૂર્વોત્તર બાદ તેમની ગીધ દૃષ્ટિ દેશના અન્ય આદિવાસી બહુમતી રાજ્યો ઓડિશા, બિહાર, મય પ્રદેશ પર ગઈ. તેમણે અહીં પણ આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ કરાવવાનું શરૂ કરી દીધું. છેલ્લા કેટલાક દાયકામાં બિહારથી અલગ થયેલ ઝારખંડ અને મય પ્રદેશથી અલગ થઈને બનેલ છત્તીસગઢમાં મોટા પાયે આદિવાસીઓ ઇસાઇ બન્યા છે અને હજુ પણ બની રહ્યા છે.
કેરળમાં ઇસાઇ મિશનરીઓ પહેલેથી જ સક્રિય હતી. પછી તેઓ તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રમાં પણ સક્રિય થઈ ગઈ. કેટલાક સમયતી તે પંજાબની સાથે અન્ય રાજ્યોમાં પણ સક્રિય છે. વાસ્તવમાં હવે દેશનો કોઈપણ હિસ્સો તેમની ગતિવિધિઓથી વણસ્પર્શ્યો નથી. બંધારણે આપેલ મત પ્રચારની સ્વતંત્રતા તેમના માટે એક ઘાતક હથિયાર બની ગઈ છે, કારણ કે તેઓ આ સ્વતંત્રતાનો મનસ્વી ઉપયોગ ધર્માંતરણ માટે કરી રહી છે.