સતા પરિવર્તન થતાં જ બાંગ્લાદેશનો રંગ બદલાયો; ભારતને કહ્યું દુશ્મનનો સાથ ન આપો

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થતાંની સાથે જ કટ્ટરપંથી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. શેખ હસીનાની અવામી લીગની મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનપીએ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કરી દીધું છે. તેણે શેખ હસીનાને ભારતમાં કામચલાઉ આશ્રય આપવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો છે. બીએનપીના વરિષ્ઠ નેતા ગાયેશ્ર્વર રોયે કહ્યું કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે જેથી પરસ્પર સહયોગ થઈ શકે.

એક રિપોર્ટ અનુસાર ૧૯૯૧માં બાંગ્લાદેશ સરકારમાં બીએનપીના વરિષ્ઠ નેતા અને મંત્રી ગાયેશ્ર્વર રાવે પણ કહ્યું હતું કે જો ભારત તેમના દુશ્મન શેખ હસીનાને સમર્થન આપશે તો સારા સંબંધો મુશ્કેલ બની જશે. રોયે કહ્યું ભારત સરકારે આ મામલાને સમજવો પડશે. જો ભારત આપણા દુશ્મનનું સમર્થન કરશે તો સહયોગનું સન્માન કરવું મુશ્કેલ બનશે. આપણા ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ છેલ્લી ચૂંટણીઓમાં કહ્યું હતું કે ભારત શેખ હસીનાની સત્તામાં વાપસીને સમર્થન કરશે. આવી સ્થિતિમાં ભારતે શેખ હસીનાની જવાબદારી લીધી. ભારત અને બાંગ્લાદેશના લોકોને એકબીજા સાથે કોઈ સમસ્યા નથી. પરંતુ શું આખો દેશ છોડીને કોઈ એક પક્ષને ટેકો આપવો જોઈએ? બીએનપી એક રાષ્ટ્રવાદી પાર્ટી છે

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અંગે તેમણે કહ્યું કે એવી છાપ ઉભી કરવામાં આવી છે કે બીએનપી હિંદુ વિરોધી છે.બીએનપી બાંગ્લાદેશના વિવિધ સમુદાયોના લોકોનું બનેલું છે. તેમાં તમામ ધર્મના લોકોનો સમાવેશ થાય છે. હું પોતે બીએનપીના સૌથી મોટા નિર્ણય લેનાર ફોરમમાં છું.બીએનપી એક રાષ્ટ્રવાદી પાર્ટી છે. તે તમામ સમુદાયોના વ્યક્તિગત અધિકારોની હિમાયત કરે છે. તેમણે કહ્યું કે જ્યારે હું ૧૯૯૧માં મંત્રી હતો ત્યારે મેં દુર્ગા પૂજા માટે દાન આપવાની સિસ્ટમ શરૂ કરી હતી. આ પછી કોઈ સરકાર તેને રોકી શકી નથી અને આજે પણ આ સિસ્ટમ ચાલી રહી છે. અમારી પાર્ટીની સરકારે જ આ કર્યું. આતંકવાદી સંગઠનો દ્વારા ભારત વિરુદ્ધ બાંગ્લાદેશના ઉપયોગ અંગે રોયે કહ્યું કે આ પણ એક અફવા છે. સાચું નથી. ભારતે આઝાદીમાં અમારો સાથ આપ્યો, અમે તેની વિરુદ્ધ ન હોઈ શકીએ.