ચૂંટણી પંચના અધિકારીઓએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અને પોલીસ વડા સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા અંગે વાતચીત કરી હતી. અગાઉ અધિકારીઓએ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વાત કરી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી માટે આ સમગ્ર કવાયત ચાલી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ અંગે માહિતી આપી છે.સીઇસીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોના સપનાને સાકાર કરવાનો સમય આવી ગયો છે. અમે વહેલી તકે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને વિશ્ર્વાસ છે કે જે લોકો ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ પાડવા માગે છે તેમને અમે યોગ્ય જવાબ આપીશું. જમ્મુ અને કાશ્મીરમાં ૯૦ મતવિસ્તાર છે. જેમાંથી ૯ એસટી અને ૭ એસસી કેટેગરી માટે અનામત છે.
તેમણે કહ્યું કે તમામ રેલીઓને ઓનલાઈન પ્રક્રિયા દ્વારા મંજૂરી આપવામાં આવશે. તમામ ડીસી અને એસએસપીને નિષ્પક્ષ રહેવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ પક્ષપાત બતાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી આપણા માટે તહેવાર સમાન છે.
રાજીવ કુમારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોએ જે રીતે લોક્સભાની ચૂંટણીમાં ભાગ લીધો, અમે માનીએ છીએ કે વિધાનસભાની ચૂંટણી તેનાથી પણ મોટી તક હશે. અમે સમીક્ષા પૂર્ણ કરી છે. અમરનાથ યાત્રા પૂરી થવા જઈ રહી છે. અમે દિલ્હી ગયા બાદ સુરક્ષા મામલે તપાસ કરીશું. આ પછી વધુ માહિતી આપવામાં આવશે.
તેમણે કહ્યું કે અમે તે ફોર્મ-સ્ નાબૂદ કરી દીધું છે જે કાશ્મીરી પંડિતો ભરતા હતા. લોક્સભાની ચૂંટણીમાં કાશ્મીરી પંડિતોની ભાગીદારી ઘણી વધારે હતી. આગામી ચૂંટણીમાં પણ સારી એવી ભાગીદારી જોવા મળે તેવી અપેક્ષા છે. કેટલાક રાજકીય પક્ષોના લોકોએ સુરક્ષાની માંગ કરી છે. આ અંગે અમે સૂચના આપી છે કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોવું જોઈએ. જેની જરૂર હોય તેને સુરક્ષા મળવી જોઈએ.
તમામ બૂથમાં સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ, આ તમામ પક્ષોની માંગ છે. જો કોઈ ચૂંટણી સાથે ચેડા કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તમામ અધિકારીઓ સાથે બેઠક કરી છે. તમામ અધિકારીઓએ કહ્યું છે કે અમે ચૂંટણી કરાવવા તૈયાર છીએ.
જમ્મુ ડિવિઝનમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા વચ્ચે ચૂંટણી પંચ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી કરાવવા માટે કેટલું તૈયાર છે? આ પ્રશ્ર્નના જવાબમાં કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે સારા પરિણામ આવે છે ત્યારે કેટલાક તોફાની તત્વો ભોગ બને છે. અમે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ચૂંટણીમાં વિક્ષેપ પાડવાના દરેક પ્રયાસ નિષ્ફળ જશે. અમે લોક્સભાની ચૂંટણીમાં જે ક્તારો જોઈ તે લોકોના ઈરાદા બગાડી નાખ્યા છે. તે પોતાના ઈરાદામાં ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદી હુમલા કે અન્ય કોઈ ખતરો જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ યોજાતા અટકાવી શકે નહીં.